મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી ભારત અને અમેરિકા સહિત ચાર દેશોના મજબુત જોડાણ ક્વાડ સંમેલનમાં ભાગ લેવા આ જ મહિનામાં અમેરિકાની યાત્રા પર જવાના છે. આ સંમેલન 24 સપ્ટેમ્બરે થશે અને પહેલીવાર ક્વોડના ચારેય દેશોના રાષ્ટ્ર ધ્વજના સામસામે બેસીને આ સંમેલન મળશે. આ પહેલા ક્વોડની બેઠક વર્ચ્યૂઅલ રીતે થઈ છે. વડાપ્રધાન ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશિહિદે સુગા પણ આ સંમેલનમાં હશે.

ક્વોડ સંમેલનમાં મહામારી, હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્ર, સાયબર સ્પેસ અને નવી ટેકનોલોજી પર વાત થશે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે વ્હાઈટ હાઉસમાં આ મહત્વની બેઠક થશે. મહત્વની વાત એ પણ છે કે પહેલી વાર બાઈડેનથી વડાપ્રધાન રૂબરુ મળશે. આ ઉપરાંત લાંબા સમય પછી મહામારીના સમય દરમિયાન બીજીવાર વડાપ્રધાન કોઈ વિદેશ યાત્રા માટે રૂબરુ જવાના છે. આ અગાઉ તે બાંગલાદેશ ગયા હતા. 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીનું ભાષણ થઈ શકે છે.

Advertisement


 

 

 

 

 

રોગચાળાની આલોચના કરનારાઓ દ્વારા ચીન સામે જુગલબંધીના તરીકે રજુ કરાય છે. જોકે ભારત અને તેના અન્ય સદસ્ય દેશોએ રુસ અને અન્ય દેશોના આવા આરોપોને ખારીજ કર્યા છે. રુસી વિદેશ મંત્રીએ આ એશિયન નાટો સુધી કહ્યું હતું. નાટો અમેરિકાની આગેવાનીમાં તમામ યુરોપીયન દેશોના સાથે બનેલુ એક સંગઠન છે.

વ્હાઈ હાઉસના પ્રવક્તા જેન સાકીએ એક સંમેલનમાં જાહેરાત કરી છે કે કોરોના લીડર્સ સમિટ આયોજીત કરાશે. તેમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન આ પહેલા કોવીડ શિખર સંમેલનની મેજબાની કરશે, જે 24 સપ્ટેમ્બરે થશે, બાઈડેન આ શિખર સંમેલનમાં ભાગેદારી માટે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાની પ્રધાનમંત્રી યોશિહિદે સુગાને મળશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.