મેરાન્યૂઝ નવી દિલ્હીઃ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ચૂંટણી પહેલા પંજાબમાં આતંકી હુમલાની શક્યતા અંગે ચેતવણી આપી છે. આ સંદર્ભે, રાજ્ય પોલીસને સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા સઘન બનાવવા અને સોશિયલ મીડિયા પર કડક નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિની સંભાવનાને લઈને રાજ્ય પોલીસને પહેલાથી જ ઘણી સુરક્ષા માટે સલાહ આપવામાં આવી છે. સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી આ સંદર્ભે રાજ્ય પોલીસ અને સ્થાનિક ગુપ્તચર એજન્સી સાથે સંકલન કરી રહી છે.
Advertisement
 
 
 
 
 
તેમણે કહ્યું કે આ સંદર્ભમાં અમે રાજ્યની ગુપ્તચર એજન્સીના અધિકારીઓ સાથે બેઠક યોજીને આતંકવાદી ગતિવિધિઓ અંગે ચેતવણી આપી છે. અમે સોશિયલ મીડિયા પર નજીકથી નજર રાખવા જણાવ્યું છે. વઘુમાં કહ્યું કે હાલમાં કાશ્મીર કરતાં પંજાબમાં સ્થિતિ વધુ નાજુક છે. તેમણે કહ્યું કે થોડા મહિના પહેલા સરહદના એ વિસ્તારમાં ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી હતી, જ્યાં ભારતીય વિસ્તારમાં વિસ્ફોટક અને હથિયારો છોડવામાં આવ્યા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસ્થિર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં લુધિયાણામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના લુધિયાણામાં જિલ્લા કોર્ટ સંકુલમાં ગુરુવારે થયેલા વિસ્ફોટ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા.
ગુરદાસપુર સેક્ટરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSF દ્વારા એક ઘૂસણખોરને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો જ્યારે તે ભારતીય વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમૃતસર અને ગુરદાસપુરમાં માર્યા ગયેલા યુવકોની ઓળખ સ્થાપિત થઈ નથી. 20 ડિસેમ્બરે પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ડ્રોન જોવા મળ્યું હતું. બીએસએફના જવાનોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું પરંતુ તે પાકિસ્તાનની સરહદમાં ફરી ગયુ હતુ.