પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ)  આગામી ડિસેમ્બરમાં માસમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અનેક વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી નાખવાનું છે અને અનેક વર્તમાન ધારાસભ્ય અને મંત્રીઓ ખુદ સામે ચાલી ચૂંટણી લડવા માગતા નથી તેવુ તેમણે ભાજપ હાઈકમાન્ડને જણાવી દીધુ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ ખુદ જીતુ વાઘાણીએ તેઓ પણ ચૂંટણી લડવા માગતા નથી, તેના બદલે સંગઠનનું કામ કરવા તૈયાર છે તેવી જાહેરાત પક્ષની અંદર કરતા વાઘાણીના આ નિર્ણય અંગે અનેક તર્ક વિર્તક થઈ રહ્યા છે.

કારડીયા રાજપુતોના આંદોલનને ભાજપ અને જીતુ વાઘાણીએ અહંમનો મુદ્દો બનાવી દીધો અને આ આંદોલનને પહેલા ભાજપ અને વાઘાણીએ નજર અંદાજ કર્યુ
અને ક્રમશ: વધી રહેલા આંદોલનનો તાગ મેળવવામાં ભાજપ નિષ્ફળ ગયુ. ગત રવિવારે બાવળાના ભાયલા ખાતે દોઢ લાખ રાજપુતોએ ભેગા થઈ શક્તિ પ્રદર્શન કર્યુ ત્યારે ભાજપને ગંભીરતા સમજાઈ. આખરે આ સ્થિતિમાં જીતુ વાઘાણીને પોતાની હાર નિશ્ચિત દેખાતા તેમણે વચલા રસ્તા તરીકે પોતે ચૂંટણી લડવા માગતા નથી તેવુ પક્ષને જણાવી દીધુ છે.

જો કે આ મુ્દે હજી  પોતાનો પક્ષ સાચો છે તેવુ બતાડવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચુંટણી લડતા નથી ત્યારે ભાજપના પણ પ્રદેશ પ્રમુખ પણ ચૂંટણી નહીં લડે તેવુ કારણ દર્શાવવામાં આવશે.  

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/Meranewsonline/  

ટ્વિટર: https://twitter.com/meranewsonline