મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે ઉત્તરાખંડમાં ફ્રી હેન્ડ ન મળવા અને સંસ્થાના લોકો તરફથી સહકાર ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે-ત્રણ મહિના બાકી છે. આવી સ્થિતિમાં હજુ સુધી સીએમનો ચહેરો બનાવવા અંગે નિર્ણય ન લેવાતા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ટ્વિટર પર એક લાંબી પોસ્ટમાં રાવતે લખ્યું, "શું નવાઈની વાત નથી કે ચૂંટણીનો દરિયો તરવાનો છે, સહકાર માટેનું સંગઠનાત્મક માળખું મોટાભાગની જગ્યાએ સહકારનો હાથ લંબાવવાને બદલે કાં તો પીઠ ફેરવી રહ્યું છે અથવા તો નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે. જે દરિયામાં તરવું છે, ત્યાં સત્તાએ ઘણા મગરોને ત્યાં છોડી દીધા છે. જેમના આદેશ પર તરવું છે તેમના પ્રતિનિધિઓ મારા હાથ-પગ બાંધી રહ્યા છે. મારા મનમાં ઘણી વખત વિચાર આવે છે કે #હરીશ_રાવત હવે બઉ થયું , ઘણું તરી લીધ, હવે આરામ કરવાનો સમય છે!'
Advertisement
 
 
 
 
 
सत्ता ने वहां कई मगरमच्छ छोड़ रखे हैं। जिनके आदेश पर तैरना है, उनके नुमाइंदे मेरे हाथ-पांव बांध रहे हैं। मन में बहुत बार विचार आ रहा है कि #हरीश_रावत अब बहुत हो गया, बहुत तैर लिये, अब विश्राम का समय है!
— Harish Rawat (@harishrawatcmuk) December 22, 2021
2/3
આગામી ટ્વીટમાં રાવતે લખ્યું, "ત્યારબાદ ચુપકેથી મારા મનના એક ખૂણામાંથી અવાજ ઉઠી રહ્યો છે "न दैन्यं न पलायनम्" હું ખૂબ જ ઉહાપોહની સ્થિતિમાં છું, નવું વર્ષ રસ્તો બતાવે. મને વિશ્વાસ છે કે # ભગવાન કેદારનાથજી આ સ્થિતિમાં મને માર્ગદર્શન આપશે ."
Advertisement
 
 
 
 
 
फिर चुपके से मन के एक कोने से आवाज उठ रही है "न दैन्यं न पलायनम्" बड़ी उपापोह की स्थिति में हूंँ, नया वर्ष शायद रास्ता दिखा दे। मुझे विश्वास है कि #भगवान_केदारनाथ जी इस स्थिति में मेरा मार्गदर्शन करेंगे।#Uttarakhand @INCUttarakhand
— Harish Rawat (@harishrawatcmuk) December 22, 2021
હરીશ રાવતની ટ્વિટર પોસ્ટ પરથી લાગે છે કે તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે ગાંધી પરિવારથી નારાજ છે.
તમને જણાવી દઈએ કે હરીશ રાવત થોડા સમય પહેલા પંજાબમાં કોંગ્રેસના પ્રભારી તરીકે કામ કરી રહ્યા હતા.