મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજકોટના કાગદડી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આત્મહત્યાના 15 દિવસ થવા છતાં આ મામલે નવા નવા ખુલાસો રોજ આવી રહ્યો છે. જેમાં હવે જયરામદાસ બાપુ સાથે આપત્તિજનક વીડિયોમાં નજર આવેલ યુવતીએ પોલીસને તપાસ દરમિયાન બાપુ સાથેના તેના સંબંધઓ અંગે જણાવ્યું છે. જો કે યુવતીનું નિવેદન ચોંકાવનારુ છે. યુવતીએ કહ્યું છે કે, બાપુથી હેરાન હતી. વીડિયોમાં બાપુ સાથે મારા શારીરિક સંબંધ નથી. જો કે બીજી તરફ પોલીસનું કહેવું છે કે વીડિયો શૂટ થઈ રહ્યો છે તે અંગે યુવતીઓ જાણતી હતી. આ મામલે ખોટું ડેથ સર્ટિફેકેટ આપનાર ડોક્ટર અને સુસાઇડ નોટ સંતાડનાર વકીલ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે કુલ 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
પોલીસે મહંતના આપઘાત મામલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું છે કે, આપઘાત કેસમાં હાર્ટ એટેકનું સર્ટિફિકેટ બનાવનાર દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાની પણ સંડોવણી ખુલી છે. આપત્તિજનક વીડિયોમાં દેખાતી યુવતીએ નિવેદન આપ્યું છે કે, બાપુથી હેરાન હતી. વીડિયોમાં બાપુ સાથે મારા શારીરિક સંબંધ નથી.
Advertisement
 
 
 
 
 
પ્રવીણકુમાર મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, બાપુએ સલ્ફોસ નામની ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું છે. મોબાઈલમાથી સલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટાથી ઝેરી ટીકડાના પુરાવા પણ મળ્યા છે. સુસાઇડ નોટનો ફોટો રક્ષિત કલોલા દ્વારા મોકલવામાં આવ્યો હતો. ડોક્ટર નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાએ બાપુનું મોત ઝેરી દવાનાં કારણે નહી પરંતુ કુદરતી રીતે એટેક આવવાનાં કારણે થયું હોવાનું જોઇ જાણીને ગુનાહિત કાવત્રુ રચી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ પોલીસ દ્વારા ગઇકાલે વધુ 2 આરોપી સામે ફરિયાદ દાખલ કરતા અત્યાર સુધી કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસાયે એડવોકેટ રક્ષિત કલોલા અને બાપુના અનુયાયી ડોક્ટર નિલેશ નિમાવત સામે પુરાવા નાશ કરવા, કાવતરું રચવા અને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા આધારે IPC કલમ 120 (બી), 465, 477 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસ દરમિયાન અમુક વ્યક્તિની શંકાસ્પદ ભૂમિકા જણાતા તપાસ કરતા જયરામદાસબાપુનો મૃતદેહ 1 જૂનના રોજ સવારે 10.30 વાગ્યાની આસપાસ કાગદડી આશ્રમથી એક એમ્બ્યુલન્સમાં રાજકોટ માટે રવાના થાય છે. જ્યારે ડોકટર નિલેશ નિમાવત દ્વારા સાધુ જયરામદાસનો મરણનો દાખલો જેમાં દાખલ ટાઇમ સવારના 6 વાગ્યાનો અને મરણનો ટાઇમ સવારના 8.15 વાગ્યાનો આપવામાં આવ્યો છે. પરંતુ જયરામદાસની લાશ 10.30 વાગ્યા પછી આશ્રમથી રવાનાં થઈ હતી. આથી પ્રાથમિક રીતે ડેથ સર્ટિફિકેટ ખોટુ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેના આધારે તપાસ કરતા ડોક્ટર નિલેશ નિમાવત જે આશ્રમના સેવક હોય અને મરણ જાહેર કરવા માટે માત્ર ડેથ સર્ટિફિકેટ બનાવી અને મરણજનારનું મોત હાર્ટ એટેકથી જાહેર કર્યું હતું. આથી ડોક્ટર નિલેશ નિમાવતની મરણ જનારનાં મોતને કુદરતી મૃત્યુમાં ખપાવવા માટેની સ્પષ્ટ ભૂમીકા સામે આવી છે.
Advertisement
 
 
 
 
 
ખોડીયારધામ આશ્રમનાં ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને વકીલ રક્ષિત કલોલા દ્વારા 30 મેના રોજ આરોપી વિક્રમ ભરવાડ સાથે આશ્રમમાં આવ્યો હતો. રક્ષિત કલોલાની હાજરીમાં જ આરોપી વિક્રમ સોહલા દ્વારા જયરામદાસબાપુને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. તેમજ જયરામદાસબાપુનાં મૃત્યુ બાદ સુસાઇડ નોટ રક્ષિત કલોલાએ પોતાનાં કબ્જામાં રાખી હતી. તેમજ જયરામદાસની લાશ જેવી બનાવ સ્થળે ઉપરનાં માળેથી નીચે ઉતરે છે તે પછી તુરંત જ ઉપરનાં રૂમની સાફ સફાઇ કરવાની સુચના રક્ષિત કલોલા દ્વારા આપવામાં આવી હતી. બાપુનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું ડોક્ટર નિલેશ નિમાવત તથા રક્ષિત કલોલા દ્વારા આયોજન થયું હતું. આરોપી અલ્પેશ સોલંકી અને હિતશ જાદવની હિટાચી, બોલેરો અને સ્વીફ્ટ વાહન કબ્જે કરવામા આવ્યા છે. તેમજ આરોપીઓની મિલકત અંગે તપાસ ચાલુ છે.
જયરામદાસબાપુએ આપઘાત કર્યો તેના એક દિવસ અગાઉ વિક્રમ સોહલા અને રક્ષિત કોલાલા તેને અડધી કલાક કારમાં આશ્રમની બહાર લઇ ગયા હતા અને માર માર્યો હતો. વીડિયો શૂટ થઈ રહ્યો છે તે અંગે યુવતીઓ જાણતી હતી. વિક્રમ અને રક્ષિત બાપુ સાથેસ સતત વાતચીત કરતા હતા. ડેથ સર્ટીફિકેટ બનાવનાર મેડિકલ ઓફિસર ભૌતિક અને ડો. કાલરીયાનું પણ નામ આરોપીમાં લેવામાં આવશે. ફરિયાદી રામજી લીંબાસીયાને પણ આરોપી તરીકે આ કેસમાં લેવામાં આવ્યો છે. અગાઉ કુવાડવા પોલીસે આરોપી અલ્પેશ, હિતેશ અને વિક્રમ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ, 306 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ 15 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.