મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના ધનસુરા મામલતદાર કચેરીના નાયબ મામલતદારને અન્ય ઈસમની નોંધ પાડવાની બાબતને લઈને ધાક ધમકી આપી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ કરનાર સ્ટેમ્પ વેન્ડર સામે ધનસુરા પૌલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુરામાં સ્ટેમ્પ વેન્ડરનું કામ કરતા અજય. સી. પટેલ બુધવારના રોજ ધનસુરા મામલતદાર કચેરી ખાતે આવી નાયબ મામલતદારને કહેતા હતા કે અમારે અન્ય વ્યક્તિની જમીનની નોંધ પડાવવાની છે, તેવું કહેતા નાયબ મામલતદારે જણાવ્યું હતું કે, અમો ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા છીએ આજે સાંજ સુધીમાં તમારી નોંધ પડી જશે તેવું કહેતા તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા હતા અને ઉશ્કેરાઇ જઇ મામલતદાર કચેરીનું રેકોર્ડ ફંફોડવા લાગ્યા હતા અને અને કચેરીનું અગત્યનું કામકાજ મુકી એમનું કામ કરી આપવા દબાણ કરતા હતા અને માર મારવાની અને અત્રેના તાલુકામાં નોકરી નહીં કરવાની ધાક ધમકી આપી બિભત્સ ગાળો બોલતા હતા અને સ્ટેમ્પ વેન્ડર અજય પટેલ મામલતદાર કચેરીના ના. મામલતદારને માર મારવા ધસી આવી ફરજમાં રૂકાવટ કરતા મામતલતદાર કચેરીના ડ્રાઇવર અને કોમ્પ્યુટર ઓપરેટર તેમજ અન્ય કર્મચારીઓએ ના.મામલતદારને બચાવ્યા હતા.
Advertisement
 
 
 
 
 
ભાન ભુલેલા સ્ટેમ્પ વેન્ડર આ પછી જતા કહેતા હતા કે તું કેવો નોકરી કરવા આવે છે અને તું કેવા સરકારી કામો કરે છે એ હું જોઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા ના. મામલતદાર અને સમગ્ર સ્ટાફે આ ઘટના અંગે મુખ્ય મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી.
આ ઘટના અંગે ના. મામલતદારે ફરજમાં રૂકાવટ કરનાર સ્ટેમ્પ વેન્ડર વિરૂધ્ધ ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધનસુરા પોલીસે અજય સી. પટેલ (રહે. દખણેશ્વર તા. બાયડ) વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી સહીતની કલમો હેઠળ ગુનો નોંધતા કચેરીઓમાં ઉધ્ધત વર્તન કરનાર અને અન્ય વચેટીયાઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે સરકારી કચેરીઓમાં વચેટીયા બની ઉધમાત મચાવતા વચેટિયા વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પ્રજામાં પણ માંગ ઉઠી છે.