મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ રાજયભરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ લોકશાહીના આ પર્વે ગ્રામ્યકક્ષાએ પર્વથી પણ વધુ ઉત્સાહ ઉજવણી જોવા મળી હતી. અરવલ્લીની ૧૮૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ રવિવારે યોજાયેલ મતદાનમાં જિલ્લામાં સરેરાશ ૭૭.૫૦ ટકા મતદાન નોંધાયું હતું. મંગળવારે તાલુકા મથકોએ મત ગણતરી યોજાઈ હતી. અરવલ્લી જીલ્લામાં ૧૮૯ ગામોને નવા સરપંચ અને સભ્યો મળ્યા હતા. વિજેતા ઉમેદવારો અને ટેકેદારોએ ભવ્ય સરઘસ કાઢ્યા હતા. મોડાસાના ફરેડી ગામે સરપંચ પદે ટાઈ પડ્યા પછી રિકાઉંટીંગમાં ૨ મત થી વિજેતા જાહેર થયા હતા.

અરવલ્લી જીલ્લામાં સરપંચ પદ પર વિજેતા બનેલા ઉમેદવારોએ ગામના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મતગણતરી સ્થળે વહેલી સવારથી કડકડતી ઠંડીમાં ઉમેદવારો અને ટેકેદારો ઉમટી પડ્યા હતા. મતગણતરી શરુ થતા વિજેતા જાહેર થયેલા સરપંચ અને સભ્યપદના  ઉમેદવારો અને ટેકેદારો ખુશીથી જુમી ઉઠ્યા હતા. હારેલા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ એક બીજાને આશ્વાસન આપતા જોવા મળ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમના દર્શ્યો જોવા મળ્યા હતા મતગણતરી સ્થળે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.