મેરાન્યૂઝ નેટવર્ક.નડિયાદઃ નડિયાદની એક ડોક્ટર યુવતીએ ઓપેરા ઈન્ડિયા સુપર મોડલનો ખિતાબ જીત્યો છે. નડિયાદની ડોક્ટર બ્રેવશી રાજપૂતે આ ખિતાબ પોતાને નામ કર્યો છે. તેણે ફાઈનલમાં દેશની 26 મોડેલ્સને પાછળ છોડી ઓપેરા ઈન્ડિયા સુપર મોડેલ ખિતાબ પોતાને માથે કર્યો છે.

નડિયાદના એસઆરપીના નિવૃત્ત જવાન નાનાભાઈ રાજપૂતની દીકરી પ્રતિભા શિક્ષિકા બની અને તેના પતિ એક ફેક્ટરીમાં સિક્યૂરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. બ્રેવશી તેમની દીકરી છે, નાનાભાઈએ પોતાના ખર્ચે દીકરી બ્રેવશીનું જતન શરુ કર્યું અને બ્રેવશીએ પણ ભણતરમાં મન પરોવી ફિઝિયોથેરાપિસ્ટ બની. જોકે ડોક્ટર બનવા સાથે બ્રેવશીએ મોડલિંગનો શોખ પણ પોતાનામાં જીવંત રાખ્યો હતો. જેને પગલે બ્રેવશીના માસીએ તેના વીડિયોને મિસ યુનિવર્સલ ગુજરાત ઈન્ડિયન અમ્બેસેડર 2020ના ટાઈટલ કોમ્પિટિશન માટે અપલોડ કરતાં તે સિલેક્ટ થઈ ગઈ હતી. આ પછી ટાઈટલના કોમ્પિટિશનમાં પણ ઓનલાઈન વોટિંગમાં તે પહેલી આવી હતી અને મિસ યુનિવર્સલ ગુજરાત ઈન્ડિયન અમ્બેસેડર 2020નું ટાઈટલ મળ્યું હતું.

ઓસ્ટ્રેનિયાના અનુજ કુલશેત્રની અધ્યક્ષતામાં આ ખિતાબ માટે ઓનલાઈન ફાઈનલ યોજાઈ હતી. આ ખિતાબ જીતતાની સાથે જ રાજકીય નેતાઓ સહિતનાઓએ ડો. બ્રેવશી રાજપૂત પર શુભેચ્છા વર્ષા કરી દીધી હતી. આ સ્પર્ધામાં ઓનલાઈન ઓડિશન આપવાના હતા જેમાં મિસ યુનિવર્સલ ગુજરાત ઈન્ડિયન અમ્બેસેડર 2020નો ખિતાબ તેને મળ્યો હતો. ઓનલાઈન વોટિંગમાં સૌથી વધુ વોટ મેળવી બ્રેવશીએ મિસ યુનિવર્સલ ઈન્ડિયન અમ્બેસેડરનું સબ ટાઈટલ મિસ પોપ્યુલર 2020નું ટાઈટલ જીત્યું હતું.