મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા ગોધરા હાઈ-વે સાકરીયા ગામને અડીને આવેલો હોવાથી હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પુરપાટ ઝડપે પસાર થતા હોવાથી છાસવારે અકસ્માતની ઘટનાઓ બને છે જેમાં સાકરીયા સહીત આજુબાજુના પેટા પરાના અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોએ જીવ ગુમાવી ચુક્યા છે ત્યારે વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં ગામના ૬૫ વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારજનો દોડી આવી આક્રંદ કરી મૂક્યું હતું અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનાને પગલે મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સાકરીયા બસસ્ટેન્ડ નજીક પસાર થતા હાઈવે પર વારંવાર સ્પીડ બ્રેકર બનાવની તંત્ર સામે રજુઆત કરવા છતાં માંગ સ્વીકારવામાં ન આવતી હોવાનો આક્રોશ ગ્રામજનોએ ઠાલવ્યો હતો.

બુધવારે સવારે, સાકરીયા ગામના ડાહ્યાભાઈ ધુળાભાઈ તરાર (ઉં.વર્ષ-૬૫) સાકરીયા  બસ સ્ટેન્ડ નજીક પસાર થતા મોડાસા-ગોધરા હાઈવે રોડની બાજુમાં કામકાજ અર્થે પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતા ડાહ્યાભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટતા હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતના પગલે દોડી આવેલ મોડાસા  રૂરલ પોલીસે લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી