મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના દશરથ ગામમાં એક અજીબ બનાવ બન્યો છે. આ બનાવમાં 30 વર્ષીય યુવકે એક અંતિમક્રિયા દરમિયાન સળગતી ચિતામાં કુદી પડી આપઘાત કરી લીધો છે. આ બનાવમાં યુવક ગંભીર રીતે દાજી જતાં તેનું મોત નિપ્જ્યું હતું. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતના સમાચાર મળતાં જ તેની માતાએ ભારે આક્રંદ કર્યું હતું. કારણ કે તેમના પતિનું સાત વર્ષ પહેલા જ અવસાન થયું હતું ત્યાં હવે આ જુવાનજોધ પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે.

વડોદરાના દશરથ ગામમાં સિકોતરમાતાના ફળિયામાં રહેતો 30 વર્ષીય પૂનમ ઉર્ફે મુકેશ રમેશભાઈ સોલંકી મજુરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતો હતો હતો. તે છેલ્લા 20 દિવસથી માનસિક અસ્વસ્થતા અનુભવતો હતો. જે પછી તેણે મજુરી કામ છોડી દીધું હતું. તેની માતા આનંદીબહેન જીએસએફસીમાં સફાઈ સેવક તરીકે નોકરી કરે છે જ્યારે તેના પિતા સાતેક વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. ગત શુક્રવારે દશરથ ગામમાં 73 વર્ષીય ગોવિંદભાઈ ચૌહાણનું નિધન થયું હતું. તેમની સ્મશાન યાત્રામાં મુકેશ પણ જોડાયો હતો. જે દરમિયાન તેણે ચિતા સળગી રહી હતી ત્યારે ચિતામાં કુદકો માર્યો હતો.

Advertisement


 

 

 

 

 

જેને કારણે તે સળગી ગયો હતો. આ બનાવની જાણ તેની માતા આનંદીબહેનને થતાં તેઓ તાબડતોબ ત્યાં દોડી ગયા હતા. મુકેશે પહેરેલા દાગીનાઓથી તેની ઓળખ થઈ શકી હતી. પોલીસને આ બનાવની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]