મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: વર્ષ 2016માં અંકલેશ્વર હાઇવે પરથી સુરત પોલીસના જાપ્તાને ચકમો આપી કુખ્યાત ઝૂબેર ધડિયાળી ફરાર થઇ ગયો હતો. જોકે ત્યારબાદ ઝુબેર આફ્રીકામાં છેલ્લા બે વર્ષથી આસરો લઇ રહ્યો હતો. 40થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો વોન્ટેડ ઝૂબેર આજે હાંસોટ સ્થિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવાનો હોય તે અંગેની બાતમી વડોદરા રેન્જ આઇજીના આર.આર સેલને મળી હતી જેથી પોલીસે પુરતી વોચ ગોઠવી કુખ્યાત ઝુબેર ધડિયાળીને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે કુખ્યાત બટલેગર ઝુબેરની ધરપકડ કરતા તેને પોલીસથી છોડાવવા શખ્સો દ્વારા પોલીસ વાહનો પર હુમલો કરી કાચની પણ તોડફોડ કરી હતી.

મુળ હાંસોટનો અને દારૂ, આમર્સ એક્ટ રાયોટીંગ સહિતના 40થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા ઝુબેર ઘડિયાળીને સુરત પોલીસે પ્રોહીબિશનના એક ગુનામાં વર્ષ 2016માં ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા ઝુબેર સહિત અન્ય કેદી બિલા પાટીલને જૂન 2016માં સુરત પોલીસ અમદાવાદ સિવિલમાં સારવાર કરાવી સુરત પરત લાવી રહીં હતી. તે સમયે અંક્લેશ્વર પાસે હાઇવની એક હોટલમાં જમતા સમયે ઝુબેર પોલીસને ચકમો આપી બહાર ઉભેલી કારમાં ફરાર થઇ ગયો હતો. જોકે ત્યારબાદ ઝુબેર આફ્રિકામાં આશરો લેતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ તે નંબરને સર્વેલન્સ પર વોચ રાખી રહી હતી. દરમિયાન વડોદરા આર.આર.સેલને બાતમી મળી હતી કે ઝુબેર હાંસોટ સ્થિત વતનમાં એન લગ્ન પ્રસંગમાં હાજરી આપવમાં માટે આવી રહ્યો છે.

જેથી પોલીસે અંકલેશ્વર હાઇવે પરથી સુરત પોલીસ જાપતાને ચકમો આપી 2 વર્ષ પહેલાં ફરાર થઈ ગયેલા અને 40 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત વોન્ટેડ ઝુબેર ઘડિયાળીને વડોદરા આર.આર.સેલે હાંસોટમાં લગ્ન પ્રસંગે હાજરી આપતી વેળા ઝડપી પાડતા. કુખ્યાત બુટલેગર ને પોલીસથી બચાવવા હાંસોટમાં ટોળા એકત્ર માંડયા હતા. અને પોલીસને લોકોએ ઘેરી વળી હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ટોળા એ ઝુંબેરને પોલીસથી છોડાવવા માટે પોલીસ વાહનો પર હુમલો કરી કાચની પણ તોડફોડ પણ કરી હતી. તેમ છતાં ઝૂબેર પોલીસની પકડથી છુટવા માટે સફળ રહ્યો નહીં.