મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમા ગત તાઃ31-1-1989 દરમિયાન પ્રાથમિક શિક્ષકોની ભરતી યોજાય હતી. જેમાં બનાવટી પ્રમાણપત્ર ગુણપત્રકો રજુ તત્કાલીન પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. તે સંદર્ભ નો કેસ જ્યૂડિશન મેજિસ્ટ્રેટ સમક્ષ બુધવારે ચાલી ગયો હતો. સરકારી વકીલની દલીલો પુરાવોઓને ધ્યાને લઇ 15 શિક્ષકોને જુદી જુદી કલમો હેઠળ ગુનેગાર ઠેરવ્યા હતા જેમા તેમને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ગત તારીખ 31-1-1989 ના રોજ પ્રાથમિક શિક્ષકોની ભરતી યોજાય હતી જેમાં બનાવટી પ્રમાણપત્ર અને ગુણપત્રકો રજૂ કર્યા હતા. આ ગુણપત્રકોમાં એસ.એસ.સી અને પીટીસીના ગુણપત્રકોનો સમાવેશ થયો હતો. જેમાં ખોટા પ્રમાણપત્રો અને ગુણપત્રકો હોવાની આશંકાએ તત્કાલીન પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીમ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે આ મામલે 15 લોકોને સજા ફટકારી છે.  જેમના નામ આ મુજબ છે.

મંજુલાબેન ગટોરભાઈ,ગટર ભાઈ નરસિંહભાઇ (રતનપર)
દિલીપભાઈ જશાભાઇ (બોટાદ)
મહિપતસંગ રાયસંગભાઈ
કડવાભાઈ ભીખાભાઈ (તારાપુર)
લાખુભાઈ ભગાભાઈ
પથાણભાઈ શંકરભાઈ
ગગજીભાઈ છગનભાઈ (નવાગામ)
રણછોડભાઈ ભગવાનભાઈ
સૈયદ હુસૈનભાઇ અમીરભાઈ (વટવા)
જીતેન્દ્રભાઇ પોપટભાઇ
વિનોદભાઈ ભીખાભાઈ
સુખમાલપુરી ડાયાભાઈ
મુસ્તુફા ઉસ્માનભાઈ (ખંભાત)
ભીખાભાઈ મયુરભાઈ (ઇંગોરી)
જીવરાજભાઈ કાનાભાઈ (સરગવાળા)

સહિત 15 શખ્સો ને સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. જે સંદર્ભેનો કેસ બુધવારે મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ ટી.એમ.ડામોરની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી જુદા-જુદા 12 કેસોમાં કલમ 468, 473, 476 અન્વયે પાંચ વર્ષની સખત કેદની સજા તથા કલમ ૧૦૯ અને 120બી હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દરેકને 5,000 નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાને પગલે શિક્ષણ જગતમાં ભારે હલચલ મચી જવા પામી છે.