મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં ઠલવાતી ગંદકી અટકાવવા માટે 975.25 કરોડનો ‘તાપી સુદ્ધીકરણ’ પ્રોજેકટ તૈયાર કરાયો છે. આ પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકારની માતબર ગ્રાન્ટ પણ મળનાર છે. ત્યારે વર્તમાન ટર્મની છેલ્લી સ્થાયી સમિતિમાં તાપી સુધ્ધિકરણ પ્રોજેકટના મહત્વના એવા 559 કરોડના ટેન્ડરોને લીલીજંડી આપવા તખ્તો તૈયાર કરાયો છે. જેના ભાગ રૂપે ગૂરૂવારે મળેલી ટેન્ડર સ્ક્રુટીની કમીટીમાં 393 કરોડનું એક અને 466 કરોડનું બીજુ એમ કુલ બે ટેન્ડર મળીને 559 કરોડના ટેન્ડરોને બહાલી આપી સ્થાયી સમિતિને મોકલી આપવા નકકી કરાયું હતુ.

આ બન્ને ટેન્ડરો અંતર્ગત થનારા કામોમાં તાપી નદીના બન્ને કીનારા પર મનપા અને સુડા વિસ્તારમાં કુલ 180 કી.મી.નુ ડ્રેનેઝ નેટવર્ક બીછાવવા અને તેને આનુસાંગિક આઠ સુ્એઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. તેમજ જે કંપનીને ઇજારો આપવામાં આવે તેને 10 વર્ષ સુધી તેનુ ઓપરેશન અને મેઇન્ટેનેન્સ કરવાનું કામ પણ આ ટેન્ડરમાં સમાવેશ કરી દેવાયું છે. આ કામ માટે બે એજન્સીઓ મેદાનમાં હતી જેમાં લોએસ્ટ ટેન્ડરર યુનિક કન્સ્ટ્રકશન સાથે નેગોસીએશન કરવાનું પણ નકકીક કરાયું હતું તેમજ આ એજન્સીએ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત 122 કરોડ જેટલુ ડીસ્કાઉન્ટ કુલ સ્કોપ ઓફ વર્કમાં આપવાની તૈયારી બતાવી હોય શુક્રવારે મળનારી સ્થાયી સમિતીની બેઠકમાં આ ટન્ડરોને વધારાના કામ તરીકે મુકી મંજુરી આપી દેવાય તેવી પુરતી શકયતા છે. અત્રે ઉલ્લનીય છે કે વર્તમાન શાસકોની ટર્મ રવિવારે પુરી થવાની છે. અને 11મી તારીખે સાંજે એટલે કે શુક્રવારે સાંજે ચાર કલાકે વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભા હોય આ સભામાં પણ વધુમાં વધુ કામો મંજુર કરવા તૈયારી કરી દેવાઇ છે. જેના ભાગ રૂપે ગૂરૂવારે મળેલી ટેન્ડર સ્કુટીની કમિટીમાં 800 કરોડથી વધુના ટેન્ડરોને બહાલ કરીને સ્થાયી સમિતિ ને મોકલી અપાયા છે.