મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ધોરણ 12ના જીએચએસઈબી (ઉચ્ચતર માધ્યમિક બોર્ડ)ના સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. આજે સવારે 8 વાગે જાહેર થયેલા પરિણામમાં ડાંગ જિલ્લા 77.32 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યભરમાં સૌથી વધુ છે. જ્યારે સૌથી નીચુ પરિમામ છોટા ઉદેપુર જિલ્લાનું આવ્યું છે. ગુજરાતનું કુલ પરિણામ 55.55 ટકા રહ્યું છે. માર્ચ 2018માં 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષામાં કુલ 467100 (પૃથ્થક મળી 474507) પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 255414 (પૃથ્થક મળી 260263) પરીક્ષાર્થીઓ પાસ થયા હતા.

ગુરુવારે સવારે 8 કલાકે જાહેર થયેલું આ પરિણામ ઓનલાઈન www.gseb.org પર જોઈ શકાય છે. કેન્દ્રોમાં સૌથી ઊંચુ પરિણામ નાનપુરા બ્લાઈન્ડ (સુરત)નું 100 ટકા પરિણામ છે. આ સાથે કુલ 206 શાળાઓના પરિણામ 100 ટકા આવ્યા છે.

ઉપરાંત એચએસસી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર સિસ્ટમ મુજબની એપ્રિલ-2018માં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ પણ આ સાથે જ જાહેર કરવામાં આવ્યું છે. A1 ગ્રેડ મેળવનારની સંખ્યા 451, A2 ગ્રેડ મેળવનારની સંખ્યા 8,245, B1 ગ્રેડ મેળવનારની સંખ્યા 30,306, B2 ગ્રેડ મેળવનારની સંખ્યા 63,241, C1 ગ્રેડ મેળવનારની સંખ્યા 80,912, C2 ગ્રેડ મેળવનારની સંખ્યા 52,593, D ગ્રેડ મેળવનારની સંખ્યા 19,610, E1 ગ્રેડ મેળવનારની સંખ્યા 58 56, વિદ્યાર્થીઓનું પરિણામ 63.71%, વિદ્યાર્થિનીઓનું પરિણામ 74.78%, રીપિટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.53%, રીપિટર વિદ્યાર્થિનીઓનું પરિણામ 19.07%, ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ 17.97%, ખાનગી વિદ્યાર્થિનીઓનું પરિણામ 30.66%, અંગ્રેજી માધ્યમનું પરિણામ 77.37%, ગુજરાતી માધ્યમનું પરિણામ 54.03%, 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની 76 અને એક વિષયમાં પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિધાર્થીઓની સંખ્યા 88,207 છે.

આ અહેવાલને અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો