મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: કોરોના મહામારીનાં સમયમાં પોલીસ જવાનો લોકોની સેવા માટે સતત ખડેપગે છે. આ ઉપરાંત પણ દર્દીઓનાં જીવ બચાવવા માટે પોલીસના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ 35 દર્દીઓને પ્લાઝમાં દાન કરી સરાહનીય કામગીરી કરી છે. જવાનોની ફરજ નિષ્ઠા સાથે માનવતાભરી કામગીરી બદલ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પોલીસ જવાનોને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કર્યું હતું.

હાલ કોરોના વાયરસની મહામારી ખુબજ વધુ ફેલાયેલ છે. અને સંક્રમીત થયેલ દર્દીઓને પ્લાઝમા માટેની જરૂર રહેતી હોય છે. ત્યારે ગત તારીખ 20 એપ્રિલના રોજ શહેર પોલીસ દ્વારા પ્લાઝમાની જરૂરીયાતવાળા દર્દીઓ માટે હેલ્પ લાઇન નંબર ૮૯૮૦૦૪૧૪૧૧ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત અત્યાર  સુધી કુલ 35 કોરોના વાયરસ સંક્રમીત દર્દીઓને શહેર પોલીસ દ્વારા પ્લાઝમા દાન કરવામાં આવેલ છે. જેમાં કોરોના સંક્રમીત મહિલા દર્દી કે જેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અને તેઓને ઓ પોઝીટીવ પ્લાઝમાની જરૂરીયાત હોય રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા કે જેઓ ઓ પોઝેટીવ બ્લડ ગૃપ ધરાવતા હોવાથી તાત્કાલીક મહિલા દર્દીને ઓ પોઝીટીવ પ્લાઝમાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેનાથી તેઓની તબિયતમાં ખુબ જ સુધારો થયો છે.


 

 

 

 

 

આ ઉપરાંત પશ્ચિમ વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરાના વયોવૃધ્ધ માતૃશ્રી કોરોના વાયરસ સંક્રમિત થયા બાદ સારવામાં દાખલ હોય જેઓને પ્લાઝમાની જરૂર પડતા શહેર પોલીસ દ્વારા તાત્કાલીક પ્લાઝમાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. એટલું જ નહીં ગત તા. 22 એપ્રિલના રોજ બજરંગવાડી સર્કલ પાસે એકલા રહેતા 82 વર્ષના સિનિયર સિટીઝન સુરેશભાઇ કોટકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો. પોલીસ કંટ્રોલરૂમ ખાતે તેમની તબિયત ખૂબ ખરાબ હોવાની માહિતી મળી હતી. જેને લઈને રાજકોટ મુખ્ય મથક ખાતેનાં આરપીઆઇ એમ. એ. કોટડીયા અને કોન્સ્ટેબલ બીપીનભાઇ તથા વિક્રમભાઇ ડાંગર સુરેશભાઇ કોટકના ઘરે દોડી ગયા હતા.

સુરેશભાઈને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવા જરૂરી હતા, પરંતુ એમ્બ્યુલન્સ અવવામાં પણ સમય લાગે તે સ્થિતિ હતી. ત્યારે રાજકોટ શહેર પોલીસ વિભાગની એબ્યુલન્સ બોલાવી પોલીસ દ્વારા પી.પી.ઇ. કીટ પહેરી સુરેશભાઇને તાત્કાલીક સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આમ ફરજ દરમિયાન તેઓએ માનવતા અભિગમ અપનાવી ખુબ જ સારી કામગીરી કરી હતી. જેને પગલે ગૃહ રાજયમંત્રી દ્વારા પ્રસંશાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા પણ આ તકે ખાસ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.