મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા આંશીક છૂટછાટ સાથે દિવસે સ્વયંભૂના નામે લોકડાઉન અને સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દીધો છે. શહેરમાં જીલ્લા પોલીસતંત્ર પણ સઘન પેટ્રોલીંગ કરવાની સાથે શહેરના વિવિધ માર્ગો પર બેરીકેડ લગાવી કામ વગર રખડપટ્ટી કરનાર વાહન ચાલકો સામે શખ્ત કાર્યવાહી હાથધરી છે, ત્યારે મોડાસા ટાઉનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈને કાયદો લાગુ પડતો ન હોય તેમ મેઘરજ રોડ પર એક બાજુનો રોડ ખુલ્લો હોવા છતાં, ફરજ પરના કર્મચારીઓને બેરીકેડ લગાવેલા રોડ પરથી બેરીકેડ હટાવવા ફરજ પાડી એક્ટિવા લઇ પસાર થતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયો સાથે લોકોમાં મહિલા પીએસઆઇની રોફ સામે વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. મોડાસા શહેરમાં લોકડાઉનની અમલવારીનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ માસ્ક વગરના લોકોને મફત માસ્કનું વિતરણ કરવાની સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જન જાગૃતી ફેલાવી રહ્યા છે ત્યારે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ચાર રસ્તા સહીત અન્ય સ્થળોએ લોકડાઉનનો ભંગ કરનાર શખ્સો સામે દંડ આપવાની શખ્ત કાર્યવાહી કરી લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને લોકડાઉનનો ભંગ કરનાર શહેરીજનો અને લોકોએ કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર દંડ ભરી પણ દીધો હતો. પરંતુ એ જ મહિલા પીએસઆઈ ચાર રસ્તાથી મેઘરજ રોડ પર લોકડાઉનની અમલવારી માટે લગાવેલા બેરીકેડ ફરજ પરના કર્મચારીઓને બાજુમાં રોડ ખુલ્લો હોવા છતાં બેરીકેડ હટાવવા ફરજ પાડી કર્મચારીએ બેરિકેડ હટાવતા એક્ટિવા લઇ સડસડાટ પસાર થયા હતા.


 

 

 

 

 

આ અંગે જાગૃત નાગરિકે વીડિયો ઊતારી લીધો હતો. જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોએ તીખી પ્રતિક્રિયા આપી હતી અને લોકડાઉનના નિયમો ફક્ત સામાન્ય લોકોને કે લાગુ પડે છે કે શું....? સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.