મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં શકુનિઓ માટે અષાઢ, શ્રાવણ હોય ત્યારે ખુલ્લી જગ્યાએ, ખેતરમાં બનાવેલી ઓરડીઓમાં, અને મકાનમાં હારજીતની બાજી લગાવી જુગાર રમી લેતા હોય છે. તહેવારો તો આવા શકુનિઓ માટે બહાના સમાન હોય છે. મોડાસા ટાઉન પોલીસે શહેરના સર્વોદયનગર વિસ્તારમાં ખાડામાં ઝાડ નીચે જુગાર રમતા ત્રણ જુગારીઓને દબોચી લઈ ૫ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ રેડ જોઈ એક જુગારી ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.

મોડાસા ટાઉન પીઆઈ નિતીમીકા ગોહીલ અને તેમની ટીમે બાતમીના આધારે મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં આવેલા ખાડામાં આંબાના ઝાડ નીચે હારજીતની બાજી લગાવી બેઠેલા જુગારીઓ પર ત્રાટકી જુગાર રમતા ૧) મિલેષ શંકરભાઇ કડીયા, ૨) શૈલેશ કાંતિલાલ કડીયા અને ૩) ઉમેશ ચંદુભાઈ થોરીને ઝડપી પાડી હારજીત પર લગાવેલા અને અંગજડતીમાં મળી આવેલા રૂ.૫૨૪૦ /-નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસની રેડ જોઈ ફરાર કરણ હીરાલાલ ડામોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.