મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા:મોડાસા શહેરમાં છેલ્લા લાંબા સયમથી બાઈકર્સ ગેંગને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. શહેરના માર્ગો પર ઘોઘાટીયાં બાઈક ચાલકો અંદર-અંદર રેસ લગાવી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. બે દીવસ અગાઉ મેઘરજ રોડ પર ધૂમ સ્ટાઇલે બાઈકર્સ બે બાઈકર્સ અન્ય બાઈક સાથે ભટકતા એક યુવાનના શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને રાત્રી થતાની સાથે શહેરના રોડ પર બાઈકર્સ ગેંગ સક્રીય થતી હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. જે અંગે મેરાન્યુઝમાં સમાચાર પ્રસિધ્ધ થતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આદેશના પગલે ટાઉન પોલીસ સહીત જીલ્લા પોલીસ બાઈકર્સ ગેંગ સામે શખ્ત કાર્યવાહી હાથધરી હતી. ખુદ જીલ્લા પોલીસ નાયબ અધિકારી ભરત બસીયાએ બાઈકર્સ ગેંગને પાઠ ભણાવવા છેલ્લા બે દીવસથી ડ્રાઇવ યોજી છે અને ૭ બાઈકને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 
            
મોડાસા શહેરમાં ટાઉન પોલીસની નિષ્ક્રીયતાથી બાઈકર્સ માટે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો માટે મુસિબતનું કારણ બની છે. એટલું જ નહીં બસો થી વધારે સીસી એંજિન ધરાવતા બાઈકર્સની અહીં જાણે રેસ જામતી હોય તેમ બેફામ રીતે જાહેર માર્ગો પર વાહનો હંકારતા નજર પડતાં હોય છે. બેફામ રીતે વાહન હંકારી લોકોના જીવ પડિકે બંધાતા હોય છે, પણ ટાઉન પોલિસને લોકોની જરાય ચિંતા ન હોય તેમ માત્ર તમાશો જોવામાં જ મસ્ત હોય તેવા દ્રશ્યો પેદા થતા આખરે છેલ્લા બે દિવસથી ડીવાયએસપી ભરત બસીયાએ ટાઉન પોલીસ સાથે શહેરના માર્ગો પર સ્ટંટ કરતા અને રેસ લગાવતા બાઈક ચાલકો સામે શખ્ત કાર્યવાહી કરી ૭ બાઈક ડિટેઇન કરતા પોલીસતંત્રની કામગીરી થી બાઈકર્સ ગેંગ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.