મેરાન્યૂઝ નેટવર્ક.મહુવાઃ મહુવા પોલીસના સર્વેલન્સ સ્કોડે મહુવાના નાના જાદરા ગામની આગળ ક્રીષ્ના હોટલ પાસે રોડ પર ઈંગ્લીશ દારૂની હેરફેર કરતા ચાર ઈસમોને બીયર નંગ ૧૦૮ કિ.રૂ.૧૦૮૦૦/- તથા બે ફોર વ્હિલ તથા એક મો.સા સહિત કુલ કિં રૂ. ૩,૫૫,૮૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. ગુજરાતમાં દારુ બંધી હોવાને પગલે પોલીસ દ્વારા અવારનવાર દારુની ખેપ કરાતાં, દારુની હેરાફેરી કરતા શખ્સોની સામે કાયદાનો દંડો ઉઘામ્યો છે.


ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તરફથી દારૂ બંધીને સદંતર બંધ કરાવવા માટે પ્રોહિ-જુગારની ડ્રાઈવ રાખેલી હોવાને કારણે મહુવા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક આર. એચ. જાડેજાની સૂચના મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર એમ. બી. નકુમ તથા પો.સ.ઈ એસ. આઈ. સુમરા, હેડ. કોંન્સ ઓ. આઈ. ઝાલા, હે.કો ડી.આર.ગોહિલ, હે.કો. બી. કે. બાલધિયા, પો.કો. બનેસંગ મોરી, પો.કો.અબ્દુલ સોલંકી, પો.કો અશોક પંડ્યા અને પો.કો. દિલીપ વકાણી એ રીતેના મહુવા સર્વેલન્સ સ્કોડના માણસોએ મુદૃદામાલ કબ્જે કર્યો છે.

આ કેસમાં ઓરોપીઓ (૧) હનુ મામીયાભાઈ કામળીયા ઉંવ. ૩૫ રહે. ગોટી શેરી જેસર તથા (૨) રૂષિક ઉર્ફે કેદાર જીતુભાઈ સાંખટ ઉંવ. ૨૫ રહે. મંગલમૂર્તિ સ્કૂલ પાસે મહુવા (૩) લાલજી ઉર્ફે કાઠી રઘાભાઈ બારૈયા ઉંવ. ૨૨ રહે.વી.ટી. નગર મહુવા (૪) રવિ ઉર્ફે ભોલો જગદીશભાઈ દેવમોરારી ઉંવ. ૨૨ રહે.વાઘનગર તા.મહુવા વાળાઓને બીયર નંગ-૧૦૮ તથા બે ફોર વ્હિલ તથા એક મો.સા મળી કુલ રૂ. ૩,૫૫,૮૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે મહુવા સર્વેલંન્સ સ્કોડ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં મહુવા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એમ. બી. નકુમ સહિતના ડી-સ્ટાફના માણસો જોડાયા હતા અને તેમણે સફળતા પુર્વક આરોપીઓને દબોચી લીધા હતા.