મેરાન્યૂઝ નેટવર્ક.મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન દરમિયા ઠેરઠેર તબક્કાવાર તોડફોડના મામલા સામે આવી રહ્યા હતા. દરમિયાનમાં મહેસાણાના વિસનગરમાં ધારાસભ્યની ઓફીસમાં તોડફોડ કરવામાં આવી હતી. તે કેસમાં વિસનગર સેસન્સ કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે દોષિત ઠેરવતા બે વર્ષની સજા ફટકારી હતી. તે બાદ ગણતરીના કલાકોમાં તેમના જામીન પણ થઈ ગયા હતા.

મહેસાણાના વિસનગરમાં પૂર્વ ધારાસભ્ય ઋષિકેસ પટેલની ઓફીસમાં તોડફોડ કરવાના કેસમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેસ, એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ સહિત એ. કે. પટેલ નામના તેમના સાથીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આ કેસમાં અન્ય 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં સજા સંભળાવતાં કોર્ટે ત્રણેય આરોપીઓને દંડ, વળતર અને જેલવાસની સજા સંભળાવી છે. કોર્ટે ફરિયાદીને 10 હજારનું વળતર, દરેક આરોપીને 50 હજારનો દંડ, ધારાસભ્યને રૂ, 40 હજારનું વળતર, કારના માલિકને રૂપિયા 1 લાખનું વળતર અને બે વર્ષની સજા સંભળાવી છે. સજાના એલાન બાદ આરોપીઓ દ્વારા કોર્ટમાં જામીનની માગણી કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં તેમના જામીન પણ મંજુર થઈ ગયા હતા. 27 ઓગસ્ટ સુધી હાઈકોર્ટમાંથી હુકમ મેળવવા માટે જામીન અપાયા છે. 15 હજારના બોન્ડ પર તેમને ત્રણેયને જામીન અપાયા છે.