મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 23 સિંહોના મોત થયાનો સત્તાવાર આંકડો બહાર આવ્યો છે આમ ગુજરાત સરકારના અધિકારીઓ સિંહોના અપમૃત્યુને રોકવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે ત્યારે પણ રાજ્યના વન મંત્રી ગણપત વસાવા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશને સિંહ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

એ પ્રકારના વાયરસને કારણે અમરેલી જિલ્લાના દલખાણીયા રેંજમા સિંહોના થઈ રહેલા મોતનું સાચું કારણ જાણવા દિલ્હી અને રાજસ્થાનના અધિકારીઓ પણ ગુજરાત દોડી આવ્યા છે. 45 રેન્જમાં 600 સિંહોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે આજે વાયરસને કારણે સિંહોના મોત થઈ રહ્યા છે તે કુતરા શિયાળ જેવા પ્રાણીઓના શિકારને કારણે સિંહોને વાયરસ લાગુ પડ્યો છે તેમ વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું.

વસાવાએ જણાવ્યું કે આ વાયરસની અસર જંગલના અન્ય સિંહોને થાય નહીં તે માટે બિમાર સિંહને અન્ય સિંહથી દૂર કરી દેવામાં આવ્યા છે. વર્ષો પહેલા આ વાયરસની અસર આફ્રિકાના જંગલોમાં જોવા મળી હતી. આ ઉપરાંત આ વાયરસની અસર થઈ હતી. વર્ષો બાત ગુજરાતના જંગલમાં વાયરસની અસર થઈ છે સિંહોને બચાવવા માટે ખાસ પ્રકારની રસી અમેરિકાથી મંગાવવામાં આવી છે જે આવતીકાલ સુધી ગુજરાત પહોંચી જશે.

આ ઘટના પછી ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે હવે દર ત્રણ  મહિને સિંહોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે રેસ્ક્યુ સેન્ટરમાં જે સિંહને લાવવામાં આવ્યા છે તેમના બ્લડ સેમ્પલ  કિડની અને લીવરના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશ દ્વારા વર્ષોથી આ જ કારણસર સિંહોની માગણી કરવામાં આવી રહી છે. જેના કારણે  સિંહોને સામૂહિક રોગ લાગુ પડે તેવા કિસ્સામાં અન્ય રાજ્યમાં રહેલા સિંહને બચાવી શકાય તેવા પ્રશ્નના ઉત્તરમાં વસાવાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશને સિંહ આપવાનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટ સામે છે ગુજરાતના સિંહ તે પ્રદેશના હવામાન અને ભૌગોલિક સ્થિતિને અનુકૂળ છે કે નહીં તે અંગેનો અભ્યાસ હાલમાં ચાલી રહ્યો છે આ ઉપરાંત મધ્યપ્રદેશમાં વાઘના શિકારની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે ગુજરાતના સિંહ હાલમાં મધ્યપ્રદેશ મોકલવાનું સલાહ ભર્યું નથી.