મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતના નવા ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે 1998 બેચના સચિવ કક્ષાના સનદી અધિકારી 1998 બેચના ડૉ. એસ. મુરલી ક્રિશ્નાની નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. એસ. મુરલી ક્રિશ્ના હાલમાં એનિમલ હસબંડરી વિભાગના સચિવ તરીકે કાર્યરત છે.

ગુજરાતના તત્કાલીન ચીફ ઇલેક્ટોરલ ઓફિસર 1988 બેચના ડૉ. બી.બી. સ્વેન કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર જતા તેમની ખાલી પડેલી જગ્યા પર નવા ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે નિમણૂક થતાં 1998 બેચના સનદી અધિકારી ડૉ. મુરલી ક્રિશ્નાની તેમના સ્થાને નિમણૂંક કરાઇ છે. ડૉ. એસ. મુરલી ક્રિશ્ના 2012 વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના ચૂંટણી આયોગમાં અનિતા કરવાલની સાથે અગાઉ કામ કરી ચુક્યા છે. ગુજરાતના અગાઉના બે તત્કાલીન ચીફ ઇલેક્ટોરલ ઓફિસર અનિતા કરવાલ અને તેમના અનુગામી બી બી સ્વૈન આ બંને 1988 બેચના અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓ હતા. જ્યારે નવા ચીફ ઇલેક્ટોરલ ઓફિસર 1998 બેચના સચિવ કક્ષાના સનદી અધિકારીની ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય રીતે કોઈપણ રાજ્યના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એ અગ્ર સચિવ કે અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી હોય તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે. કારણ કે ચીફ ઇલેક્ટોરલ ઓફિસરે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓની કામગીરી કરવાની હોય છે જેથી સિનિયર સનદી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ આગામી 2019 લોકસભા ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા ગુજરાતના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે સચિવ કક્ષાના અધિકારીની કેન્દ્રિય ચૂંટણી પંચે નિમણૂક કરી છે. ગુજરાત સરકાર દ્વારા આ નિમણૂક માટે નામોની યાદી મોકલી આપવામાં આવી હતી.