મેરાન્યૂઝ નેટવર્ક.દીવઃ દિવાળી વેકેશન પડતાની સાથે જ મોટા ભાગના લોકો ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જતા હોય છે. જોકે ઘણી વખત એવા બનાવો પણ બનતા હોય છે કે તેમના જીવ પર આવી જતું હોય છે. ત્યારે આ સમય મોટા ભાગના ગુજરાતીઓ દીવ અને રાજસ્થાન જવાનું પસંદ કરતાં હોય છે. સામાન્ય દિવસો કરતાં મોટી સંખ્યામાં ટુરિસ્ટ્સ દીવ પહોંચ્યા છે. જ્યાં તેઓ અલગ અલગ દરિયાની રાઈડ લઈને મોજ મસ્તી કરતાં હોય છે, પરંતુ આજે ટુરિસ્ટ અને આ પ્રકારની રાઈડ્સ ચલાવનારાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. દીવ ફરવા ગયેલા દંપત્તિ નાગવા બીચ પર દરિયામાં પેરશેલિંગની મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક જ દોરડું તૂટી ગયું હોવાની ઘટના બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

દીવમાં આવેલા નાગવા બીચ પર અનેક જગ્યાએ વોટર એકટીવી કરાવવામાં આવતી હોય છે. ત્યારે આજે દીવ ફરવા ગયેલા દંપત્તિએ નાગવા બીચ સ્થિત પાલ્મ એડવેંચરમાં પેરાસેલિંગ કરવા પહોંચ્યા હતા. રાઈડ શરૂ થતાં દંપતી પેરશૂટની મદદથી હવામાં ઊડી રહ્યું હતું. તે દરમિયાન અચાનક બોટ સાથે બાંધેલું દોરડું તૂટી ગયું હતું અને તેઓ દરિયામાં પટકાયા હતા. જો કે લાઈફ જેકેટ પહરેલું હોવાથી મહા મુસીબતે કિનારા સુધી પહોંચ્યા હતા. આ ઘટના બાદ ટુરિસ્ટ્સના સલામતીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

જાણવા મળી રહ્યું છે કે, દંપત્તિ કિનારે આવ્યા બાદ રાઇડિંગ કરાવી રહેલી એંજન્સી પોતાની ભૂલ સ્વીકારવાના બદલે દંપતીને ધમકાવ્યા હતા. ત્યારબાદ દંપત્તિ પોલીસ સ્ટેશને ગયું હતું. જ્યાં તેમને દોઢ કલાક સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો. દંપત્તિ દ્વારા પોલીસની કાર્યવાહી અને રાઈડ્સ ચલાવી રહેલા કર્મચારીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. સહેલાણીઓ સાથેનો વ્યવહાર અસહ્ય રહ્યો હતો.