મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓની શપથવિધિ સંપન્ન થઈ ચુકી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ૧૦ કેબિનેટ મંત્રીઓ - ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. રાજભવનમાં ગાઈડલાઈન્સ પ્રોટોકોલના પાલન સાથે શપથવિધિ સમારોહ યોજાયો હતો. આજ સાંજ સુધી ખાતાની ફાળવણીની જાહેરાત કરવામાં આવશે. જે પણ અમે આપને જણાવીશું કે કયા નેતાને કયું ખાતું ફાળવાયું. હાલ જાણીએ કે કયા કયા નેતાઓને મળ્યું મંત્રી પદ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષાના ૯ પદનામિત મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

Advertisement


 

 

 

 

 

રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતેન્દ્ર વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

 

જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષાબહેન વકીલએ શપથ ગ્રહણ કર્યા હતાં.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદ મોરડીયા અને દેવા માલમએ શપથ ગ્રહણ કર્યા હતાં.

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નવા મંત્રીઓ

1. ભુપેન્દ્ર પટેલ - મુખ્યમંત્રી

2. રાજેન્દ્ર ત્રિવેદી - (રાવપુરા વડોદરા) (કેબીનેટ)

3. જીતું વાઘાણી - (ભાવનગર પશ્ચિમ) (કેબીનેટ)

4. ઋષિકેશ પટેલ - (વિસનગર - મહેસાણા) કેબીનેટ)

5. પુર્ણેશ મોદી - (સુરત પશ્ચિમ) (કેબીનેટ)

6. રાઘવજી પટેલ - (જામનગર) (કેબીનેટ)

7. કનુ દેસાઈ - પારડી - (કેબીનેટ)

8. કિરીટસિંહ રાણા - લીંબડી - (કેબીનેટ)

9. નરેશ પટેલ - ગણદેવી - (કેબીનેટ)

10. પ્રદીપ પરમાર - અસારવા અમદાવાદ - (કેબીનેટ)

11. અર્જુનસિંહ ચૌહાણ - મહેમદાબાદ - (કેબીનેટ)

12. હર્ષ સંઘવી - મજુરા સુરત - (સ્વતંત્ર હવાલો) (રાજ્યકક્ષા)

13. જગદીશ પંચાલ - નિકોલ - (રાજ્યકક્ષા)

14. બ્રિજેશ મેરજા - મોરબી - (રાજ્યકક્ષા)

15. જીતુભાઈ ચૌધરી કપરાડા - (રાજ્યકક્ષા)

16. મનીષાબેન વકીલ - વડોદર - (રાજ્યકક્ષા)

17. મુકેશ પટેલ - ઓલપાડ - (રાજ્યકક્ષા)

18. નીમીશાબેન સુથાર - મોરવાહડફ - (રાજ્યકક્ષા)

19. અરવિંદ રૈયાણી - રાજકોટ - (રાજ્યકક્ષા)

20. કુબેર ડીંડોર - સંતરામપુર - (રાજ્યકક્ષા)

21. કિર્તીસિંહ વાઘેલા - કાંકરેજ - (રાજ્યકક્ષા)

22. ગજેન્દ્રસિંહ પરમાર - પ્રાંતિજ - (રાજ્યકક્ષા)

23. રાઘવજી મકવાણા - મહુવા ભાવનગર - (રાજ્યકક્ષા)

24. વિનોદ મોરડિયા - કતારગામ - (રાજ્યકક્ષા)

25. દેવા માલમ - કેશોદ - (રાજ્યકક્ષા) ]

Advertisement


 

 

 

 

 

આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજકુમારે આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જેટલા જુના જોગીઓ હતા જે મોટા નામ ધરાવતા હતા તે તમામ નામો કટ થઈ ગયા જેમાં નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજાથી માંડી કુમાર કાનાણી સહિત તમામનો સમાવેશ થાય છે.