મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સ્વાભાવીક છે કે ચૂંટણીના સમયે નેતાઓના ઉચ્ચ વિચારો અને પગે પડીનેય કામ કરવાની વૃત્તિ સામે આવી જતી હોય છે, મતદારો માટે પણ આ એક જાણે તકનો સમય હોય તેમ ચૂંટણી ટાંણે પોતાની ડિમાન્ડ્સ નેતા સમક્ષ મુકી થઈ શકે તેવા તમામ કામ કરાવતા હોય છે. જોકે નેતા પણ ઘણીવાર ચૂંટણી અને આચારસંહિત્તાનું કારણ આગળ ધરી પ્રશ્નથી ટૂંકા ગાળા માટે પીછો છોડાવી લે છે, પરંતુ જ્યારે આ અસહનીય બની જાય છે ત્યારે મતદારો ચૂંટણી સમયે વિરોધી મતદાન, ચૂંટણી બહિષ્કાર, નેતાઓની પ્રવેશ બંધી વગેરે કાર્યક્રમો સ્વેચ્છાએ કરતાં હોય છે.

અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની પોકાર શરુ થઈ ગઈ છે ત્યારે ભિલોડા તાલુકાના ખેરાડી ગામના પ્રજાજનોને છેલ્લા કેટલાય સમયથી પાણી ન મળતા ગામના તમામ મતદારોએ પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવી તંત્રવિરોધી સુત્રોચ્ચાર કરી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર ના બેનરો દર્શાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો 

ભિલોડા તાલુકાના ખેરાડી ગામના પટેલ રમેશભાઈ, નવનીતભાઈ પટેલ, વાસુભાઈ પટેલ, ઠાકોર સતિષભાઈ, પ્રભાભાઈ પટેલ સહિતે જણાવ્યું હતું કે ગામમાં પટેલ સમાજ ઠાકોર સમાજ,અનુ.જાતિ સહિત બક્ષીપંચના લોકો પશુપાલન સાથે ખેતીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે  છે  ગામમાં લોકસભા ના 2500 થી વધુ મતદારો મતદાન કરનાર છે ગત વર્ષે ઓછો વરસાદ થતાં  પાણીની તંગી સર્જાતા પશુઓને પીવાનું પાણી માટે વારંવાર રજૂઆતો કરી છે પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઈ છે .

ગત વર્ષ કરતા ચોમાસામાં ખુબ ઓછો અને નહીંવત વરસાદ પડતા પાણીની સમસ્યાની ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરુઆતે પાણીની સમસ્યા વિકટ બની છે.જ્યારે જ્યારે ચૂંટણી સમયે નેતાઓ મત મેળવવા આવે છે ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં વિકાસ,જરૂરિયાત પૂરતી વ્યવસ્થા જેવી કે પીવાનું પાણી ,રસ્તા સહિત વીજળી ના વિકટ પ્રશ્નો ની પણ ચર્ચા કરી કામ કરવા માટે રજૂઆતો કરાય છે પણ નેતાઓને વોટ મળી ગયા બાદ પુનઃ ફરકતા જ નથી જેથી આ વર્ષે આવનારી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર વિરોધી ગામમાં બેનરો લટકાવી ગ્રામજનો  એકત્ર થઈ ચુંટણી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી  ઉચ્ચારી છે .અને ગ્રામજનો એ બેનર બનાવી  જાહેર સૂચના આપવામાં આવે છે કે ખેરાડી ગામમાં કોઈપણ રાજકીય પક્ષના નેતા કે કાર્યકતએ મત માંગવા માટે આવવું નહીં જો આવશે તો તેના જાનમાલની જવાબદારી અમારી રહેશે નહીં આથી ખેરાડી ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે. રસ્તા, પાણી નહીં તો વોટ નહીં. તેવા બેનરો ગામમાં લગાવી વિરોધ દર્શાવ્યો છે.