મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી:  આગામી  ૧૩ મી ડીસેમ્બર 2021 ના રોજ કાશીમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  દ્વારા. 'દિવ્યકાશી ,ભવ્યકાશી યોજના' નું  લોકાર્પણ  કરવાના છે ત્યારે તે દિવસની ભવ્ય રીતે ઉજવણી અરવલ્લી જિલ્લાના 800 ઉપરાંત ગામોમાં કરવામાં આવનાર હોવાનું અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. દરેક ગામોના શિવાલય,મંદિર તેમજ ગામના જાહેર સ્થળો પર ઓછા માં ઓછા 200 થી 300 લોકોને સ્ક્રીન દ્વારા ઉજવણી મા સામેલ કરવામાં આવનાર હોવાનું આયોજન કરાયું છે. 

અરવલ્લી જિલ્લાના શહેરી વિસ્તારોમાં આવેલા વોર્ડમાં તેની ઉજવણી કોર્પોરેટર, મોરચાના કાર્યકર્તાઓ તથા આગેવાનો  ઉપસ્થિત રહી તે દિવસને ભવ્ય બનાવશે. જ્યારે યુવા મોરચા દ્વારા બાઈક રેલી તેમજ મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા પણ કાઢવામાં આવશે. આ પ્રસંગે પ્રભારી જયશ્રીબેન દેસાઈ તેમજ મહામંત્રી ભીખાજી ડામોર તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતીમાં આપવામાં આવેલી જાણકારીમાં વધુમાં વિગતો આપવામાં આવી હતી કે અરવલ્લી જિલ્લામાં આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.