મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ગાજણ ટોલપ્લાઝા નજીક નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં હોન્ડા સીટી કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી અમદાવાદ બુટલેગરને ડીલેવરી આપવા નીકળેલ બુટલેગરો પોલીસ નાકાબંધી જોઈ કાર પુરઝડપે રિવર્સ મારી ચકમો આપવા જતા કાર ડિવાઇડર સાથે ભટકાતા અટકી જતા રાજસ્થાની બુટલેગરોએ પોલીસ પકડથી બચવા રોડ પર દોટ લગાવતા પોલીસે પીછો કરી ઝડપી લીધા હતા. પોલીસે કારની પાછળ અને ડેકીમાં સંતાડેલ ૧.૫૩ લાખથી વધુનો વધુનો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં બંને બુટલેગરો રાજસ્થાન ઠેકા પરથી વિદેશી દારૂ ભરી અમદાવાદના બુટલેગરને આપવા નીકળ્યા હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી. 

અરવલ્લી એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા પોલીસ સ્ટાફ સાથે મોડાસા-શામળાજી રોડ પર ગાજણ ટોલપ્લાઝા નજીક નાકાબંધી કરી વાહનોનું ચેકીંગ હાથધરતાં શામળાજી તરફથી પુરપાટ ઝડપે આવતી હોંડા સીટી કારને અટકાવતા કાર ચાલકે એકાએક ઉભી રહી રીવર્સ લઇ ભાગવા જતા કાર ડિવાઇડર સાથે અથડાતા અટકી જતા એલસીબી પોલીસે કારમાં દારુની ખેપ મારી રહેલા રાજ્સ્થાનના નરેશ રૂપલાલ ડાંગી અને મોહનલાલ ભોલીરામજી ડાંગીને દોટ લગાવી દબોચી લઇ કારમાંથી ૧.૫૩ લાખ થી વધુના દારૂ સાથે રૂ.૩.૬૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.