મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં મોડાસા શહેર સહીત જીલ્લામાં મોડીફાઈડ બુલેટ ચલાવતા બુલેટરાજાઓ પર તવાઈ બોલાવવાની શરૂ કરી છે  બુલેટને મોડીફાઇ કરી અને તેના સાઇલેન્સરને પણ મોડીફાઇડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટરાજાઓની શાન ઠેકાણે લાવવા પોલીસે વિશેષ અભીયાન હાથધરી ૫ થી વધુ બુલેટ ડિટેઇન કરી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી.અને ધ્વનિ પ્રદૂષણ સહિત અન્ય નિયમનો ભંગ કરવા બદલ તેમની પાસેથી દંડ વસૂલવા માટે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

છેલ્લા કેટલાક સમયથી યુવાવર્ગમાં બુલેટનો ક્રેઝ વધી રહ્યો છે. અને બુલેટ મોડીફાઇ કરી અને તેના સાઇલેન્સરને પણ પણ મોડીફાઇ કરી અને જાહેર રસ્તા ઉપર પૂર ઝડપે બુલેટ ચલાવી અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું  એક ખોટું ચલણ ચાલી રહ્યું છે.વાહનવ્યવહાર મંત્રીએ બુલેટ પર રોફ જમાવતાં યુવકોની હરકતો અંગે સરકારનું ગંભીર ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી ગઈ હતી અને તંત્રને આવા યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરવા તંત્રને આદેશ આપ્યા હતા. અરવલ્લી પોલીસે ૫ થી વધુ બુલેટ  ડિટેઈન કર્યા હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.


 

 

 

 

 

મોડાસા શહેર સહીત જીલ્લાભરના માર્ગો પર ધૂમ સ્ટાઇલ બુલેટ હંકારી આજકાલ બુલેટ લઈને પોતાની જાતિગત ઈમેજ ઉભી કરવાનો પ્રયાસ કરતા અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય તેવા મલીન ઈરાદાથી ફૂલ સ્પીડમાં નીકળતા દ્રશ્યો જોવા મળવા સામાન્ય બની રહ્યા છે.

મોડીફાય બુલેટના અવાજ નિષ્ણાત તબીબો,અને શહેરીજનો શું કહે છે

મોડીફાય બુલેટના અવાજ અંગે નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે બુલેટના સાઇલેન્સરનો અવાજ એટલો વિસ્ફોટક અને ભયાનક હોય છે કે નાના બાળકોના કાનને કાયમી બહેરાશ આવવાનો ભય રહે છે. એટલું જ નહીં આજુબાજુમાં વાહન ચલાવતી વ્યક્તિનું પણ ધ્યાન ડ્રાઈવિંગથી હટીને અકસ્માત થવાની દહેશત રહે છે. આથી આ પ્રકારના બુલેટ ઉપર થતાં અવાજના ન્યુસન્સને બંધ કરાવવા તેમજ આવા બુલેટ લઈને નીકળતી વ્યક્તિઓ સામે ફોજદારી તેમજ દંડનીય કામગીરી કરવામાં આવેની જાગૃત નાગરિકોમાં માંગ પ્રબળ બની છે.