મેરાન્યૂઝ નેટવર્ક.આણંદઃ આણંદ પોલીસને મળેલી એક બાતમીને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરતાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે દેવગઢ બારિયાની જેલમાંથી 13 ખુંખાર આરોપીઓને ભગાડનાર અને લૂંટ, ચોરી જેવા 66 ગુનાઓ જેના પર નોંધાયા છે તેવા માથાભારે શખ્સને દબોચી લીધો છે. પોલીસે તેની સાથે અન્યોને પણ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસને એસપી અજીત રાજયાણ તરફથી મળેલી સૂચના આધારે આરપીઓને પકડવા માટે કામગીરીઓ કરી રહી હતી તે દરમિયાન હે. કો. દેવેન્દ્રસિંહ દિલીપસિંહ અને જાલમસિંહ બાબરભાઈને જાણકારી મળી કે ગત વર્ષે 2020માં દેવગઢ બારિયાની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જનાર માસ્ટર માઈન્ડ કિશન ઉર્ફે કેશન આબરુભાઈ સંગોડ (રહે. ધાનપુર, દાહોદ) અને તેના સાગરિતો કે જેમના મારફતે આજુબાજુના વિસ્તારોમાં ધાડ-લૂંટ, ચોરી જેવા ગુનાઓ કરાવે છે અને પોતે કરે પણ છે, તેના સુધી હાથ પહોંચે તેમ હતો. દરમિયાન ચોક્કસ માહિતી મળી કે, કિશન અને તેની ગેંગમાં કામ કરતો માજુ હીમા ભાભોર સાથે મળી લૂંટ ધાડના ગુનાઓ કરી હાલ કાઠીયાવાડથી વતન વાસદમાં હોળીનો તહેવાર હોઈ આવવાના હતા. જેને પગલે પી. એ જાદવ, પો.ઈ. એલસીબી અને અન્ય પોલીસ સ્ટાફે વાસદ બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવી દીધી હતી.


 

 

 

 

 

દરમિયાનમાં જે પ્રમાણે બાતમી મળી હતી તેવો જ શખ્સ તારાપુરથી આવેલી રિક્ષામાંથી બે અન્ય માણસો સાથે ઉતર્યો. પોલીસે તુરંત તેમને કોર્ડન કરી લીધા અને તેમની પુછપરછ કરી તો એક શખ્સે તેનું નામ કિશન, બીજાએ માંજુ હીમા ભાભોર  અને મનુ મસુલા મોહનીયા (તમામ રહે ધાનપુર, દાહોદ). પોલીસે તેમની જડતી લેતા તેમની પાસેથી રોકડા રૂપિયા, કાંડા ઘડીયાળ, કર, છીણી મળી આવી હતી. પોલીસે કડકાઈથી પુછપરછ શરૂ કરી તો કિશને કહ્યું કે, ગત વર્ષે લોકડાઉન વખતે ગામનો લસુ જે દેવગઢ બારિયાની જેલમાં હતો તેની સાથે રામસિંગના ફોનથી વાત થઈ જેમાં લસુએ કિશનને લોકડાઉનના લીધે કોર્ટમાં તારીખ થતી નથી તેથી જેલમાં લસુ, ગબી તથા રાકેશ બધા કંટાળી ગયા છે. જેને કારણે લસુએ કહ્યું કે તું બેરેકનું તાળું તોડીને બહાર આવી શકે તો હું અને રામસીંગ દોરડું લઈને તમને બહારથી મદદ કરીશું.

તેવા આયોજન પ્રમાણે લસુને બીજા દિવસે જ કામ પતાવવા માટે વાત કરી હતી ત્યારે ગત 30-4-20 એ કિશન અને રામસીંગ મહેતાળ બંનેએ દેવગઢ બારિયાથી 70 મીટર જેટલું દોરડું ખરીદી તેને લઈ જેલની આજુબાજુ રાત્રે લસુને ફોન પર વાત કરી દિવાલ નજીક થોડા થોડા અંતરે ગાંઠો મારી કિશન જેલના વરંડાને અડીને કુંડીની દિવાલ થઈ જેલના કોટ પાસે દોરડું લઈને પહોંચી ગયો અને એક છેડો જેલની અંદર નાખ્યો અને દોરડું લોખંડની એંગલ સાથે બાંધી જેલમાંથી કુલ 13 જેટલા આરોપીઓને કિશને ભગાડી દીધા હતા. જેની જાણ થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. પકડાયેલા કિશન, માજુ અને મનુ સામે નોંધાયેલા અન્ય ગુનાઓનું લીસ્ટ પણ ઘણું મોટું છે. જોકે હાલ પોલીસને આ શખ્સોને પકડીને મોટી સફળતા હાંસલ કરી છે.