મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને પીડીપી ગઠબંધ તૂટી ગયું છે. ભાજપનાં નેતા રામ માધવ અને બીજા નેતાઓએ આજે બપોરે પત્રકાર પરિષદ આયોજીત કરી કહ્યું કે જે ઉદ્દેશ્યથી ગઠબંધન સરકાર બનાવવામાં આવી હતી તે પૂર્ણ થઇ શક્ય  નથી. કાશ્મીરમાં કટ્ટરતા વધી ગઇ છે. પત્રકાર શુજાત બુખારીની ધોળા દિવસે શ્રીનગરમાં હત્યા કરવામાં આવી. વાણી સ્વાત્રંત્ર્ય પણ નિશાન પર છે. જમ્મૂ કાશ્મીરમાં વિકાસ અને શાંતિ પર ભાજપ કામ કરવા માગતુ હતું પરંતુ તે કામ પીડીપી સાથે થઇ શક્યુ નથી. હવે ગવર્નર શાસન લગાવવામાં આવે. અમે કાશ્મિરમાં શાંતિ સ્થાપિત કરવા માટે રમઝાન મહિના આર્મીએ કોઈ સર્ચ ઓપરેશન પણ નથી ચલાવ્યા. છતાં સ્થિતિ બેકાબૂ બની છે.

રામ માધવે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર સ્થિતિને સંભાળવામાં સફળ રહી નથી. મુખ્યમંત્રી મુફ્તિ જવાબદારી સંભાળી શક્યા નથી. જમ્મુના લદ્દાખમાં જેટલુ કામ થવાનુ હતું તેમાં ભાજપના મંત્રીઓને ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો. સમર્થન પરત ખેંચવા અંગેની જાણ કરતો પત્ર રાજ્યપાલને મોકલી આપવામાં આવ્યો છે.

જેથી જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફતી રાજ્યપાલને રાજીનામુ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાજપ અને પીડીપીની સંયુક્ત સરકાર હતી.