મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: મુંબઇથી પોરબંદર જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મુસાફરનો મોત નિપજ્યા છે. જ્યારે 30 મુસાફરોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઇવે પર ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી લકઝરી ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ખાનગી લકઝરી બસમાં સવાર 30 લોકોને સામા

Advertisement


 

 

 

 

 
ન્ય ઇજાઓ થઇ હતી. 

વહેલી સવારે મુંબઇથી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયાં હતાં, જ્યારે આ અકસ્માતની ઘટના બાદ લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.