મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ ભાગેડુ ધંધાદારી વિજય માલ્યાના મુંબઈ આર્થર રોડ જેલમાં લાવવાના બધા પ્રયત્નો પછીની તૈયારીઓ પણ પુરી થઈ ગઈ છે. તેને જલ્દી જ ભારત લાવી દેવાયો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. જોકે છેલ્લી ઘડીએ એક કાંટો રસ્તામાં આવી ગયો. બ્રિટન સરકાર મુજબ કેટલીક કાયદાકીય કાર્યવાહી છે જેને સુલજાવ્યા પછી જ માલ્યાનું ભારતને પ્રત્યાર્પણ થઈ શકે છે. યુકેના સુપ્રીમ કોર્ટે માલ્યાને ભારત પ્રત્યાર્પણ પર ગત મહિને આખરી મહોર લગાવી દીધી હતી. જે પછી ભારતને 28 દિવસમાં જ બધી કાર્યવાહી પુરી કરીને માલ્યાને પાછો લાવવાનો હતો. જોકે યુકે કોર્ટનો નિર્ણય 14 મેએ જ આવ્યો હતો તેવામાં ભારત પાસે હવે ફક્ત એક જ અઠવાડિયાનો સમય છે.

કેટલાક કાનૂની મુદ્દાઓ બાકી છે

યુકેના હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે આ મામલો ખૂબ ગુપ્ત છે. તેમણે કહ્યું, "બાકીની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે તે અમે કહી શકતા નથી." તેમણે વધુમાં કહ્યું કે, 'ગયા મહિને વિજય માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધની અપીલ ફગાવી દેવામાં આવી હતી અને યુકેની સુપ્રીમ કોર્ટે પણ તેમને વધુ અપીલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, માલ્યાના પ્રત્યાર્પણની વ્યવસ્થા પૂર્વે કેટલાક કાનૂની મુદ્દાઓનું સમાધાન કરવું પડશે. '

શક્ય તેટલી વહેલી તકે નિકાલ કરવાનો પ્રયાસ

હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુનાઇટેડ કિંગડમના કાયદા હેઠળ પ્રત્યાર્પણ કરી શકાતું નથી, જ્યાં સુધી તમામ કાનૂની દાવાઓના સમાધાન ન થાય ત્યાં સુધી. તેમણે કહ્યું, 'આ મુદ્દો ગુપ્ત છે અને અમે તેના વિશે વિગતવાર માહિતી આપી શકતા નથી. અમને નથી ખબર કે આ મુદ્દાને હલ કરવામાં કેટલો સમય લાગશે. અમે તેનો વહેલી તકે નિકાલ કરવા માંગીએ છીએ.'

માલ્યા 9 હજાર કરોડ લઇને ભાગી ગયો હતો

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 21 મેના રોજ જણાવ્યું હતું કે , માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારત બ્રિટિશ સરકાર સાથે સંપર્ક કરી રહ્યું છે કારણ કે તમામ કાનૂની વિકલ્પો ખતમ થઈ ગયા છે. વિજય માલ્યા એપ્રિલમાં યુકે હાઈકોર્ટમાં કેસ હારી ગયો હતો. ત્યારબાદ મેમાં, ત્યાંની ટોચની અદાલતે 64 વર્ષીય માલ્યાને અંતિમ ફટકો આપ્યો. માલ્યા 2 માર્ચ, 2016 ના રોજ ગુપ્ત રીતે ભારતથી ભાગી ગયો હતો. તેને 18 એપ્રિલ 2017 ના રોજ યુકેની પોલીસ, સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે, લંડનની એક અદાલતે તેને થોડા જ કલાકોમાં જામીન પર મુક્ત કરી દીધો. યુકે હાઈકોર્ટે એપ્રિલમાં લંડનના ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અરબતનોટના ડિસેમ્બર 2018 ના નિર્ણયને સમર્થન આપ્યું હતું. માલ્યાની ભારતની 17 બેંકો પર 9 હજાર કરોડ રૂપિયા બાકી છે.