મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી : માળિયા (મી.)ના સરવડ ગામે સરકારી શાળામાં નોકરી કરતા મહિલા આચાર્ય અને મહિલા શિક્ષિકાને આજે શાળામાં જ ફડાકાવારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

સરવડ તાલુકા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા નામની શિક્ષિકાને તે જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ સાવરિયા સાથે કામને લઈને નાની મોટી બોલાચાલી થતી રહેતી હતી. તેવામાં આજે રીટાબેન પાસે અરવિંદભાઈ કોઈ કામને લઈને સહી કરાવવા ગયા હતા ત્યારે રીટાબેને  અન્ય કામ અંગે પૂછતાં અરવિંદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તથા મહિલા આચાર્યને ફડાકા ચોડી દીધા હતા આ માથાકૂટ ચાલતી હોવાથી એ શાળામાં ફરજ બજાવતા ભક્તિબેન નામના શિક્ષિકા વચ્ચે પડતા પડતા તેમને પણ અરવિંદભાઈએ ફડાકાવારી કરી હતી. જોકે આ મુદ્દે અગાઉ પણ અરવિંદભાઈ દ્વારા ગેરવર્તણૂક થતી હોવાથી સરપંચ દ્વારા પણ સમજાવટ કરવામાં આવી હતી. પરંતુ આજે ગુસ્સે ભરાયેલા શિક્ષકે બે મહિલા શિક્ષિકાઓને શાળામાં જ માર મારતા માળિયા(મી.) પોલીસે તપાસ હાથ ધરી છે.