મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લગભગ એક વર્ષ પહેલાં ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ હાથરસમાં એક ૧૯ વર્ષની યુવતી પર ચાર નરાધમોએ બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ સારવાર દરમિયાન આ યુવતીનું મૃત્યુ થયું હતું. આ કેસ સમગ્ર દેશમાં ખૂબ ચર્ચિત રહ્યો હતો અને કોર્ટમાં આ કેસ નિર્ભયા કેસના વકીલ સીમા કુશવાહ લડી રહ્યા છે. જેમણે નિર્ભયા કેસ લડ્યો હતો અને આરોપીઓને ફાંસીની સજા આપવી હતી.

અત્યારે સીમા કુશવાહ હાથરસ કેસ લડી રહ્યા છે ત્યારે કેટલાક લોકો દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સીમા કુશવાહે બે દિવસ પહેલા તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. આ ટ્વીટમાં તેમણે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, અને દેશના અગ્રણી મીડિયા હાઉસને ટેગ કરીને પ્રધાનમંત્રી પાસે પ્રોટેક્શનની માંગણી કરી હતી.

કોણ છે સીમા કુશવાહ?

સીમા કુશવાહને સીમા સમૃદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતની સર્વોચ્ચ અદાલતમાં એડવોકેટ છે. તે ૨૦૧૨ માં દિલ્હી ગેંગરેપ અને હત્યા કેસમાં પીડિતાની કાનૂની સલાહકાર તરીકે જાણીતાં છે. તેમની લાંબી કાનૂની લડતને કારણે, ચારેય પુખ્ત આરોપીઓને 20 માર્ચ, 2020ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

Advertisement


 

 

 

 

 

નિર્ભયાનો કેસ ચર્ચામાં આવ્યો ત્યારે સીમા કુશવાહે ન્યાયની માંગ સાથે વિવિધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે ૨૦૧૪માં ચારેય આરોપીઓને શક્ય તેટલી વહેલી તકે ફાંસીની સજાની માંગ સાથે સત્તાવાર રીતે નિર્ભયાની વકીલ બન્યા હતા. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ તેઓ નિર્ભયા જ્યોતિ ટ્રસ્ટમાં કાનૂની સલાહકાર તરીકે જોડાયા હતા. નિર્ભયા જ્યોતિ ટ્રસ્ટએ એક સંસ્થા છે જેની સ્થાપના પીડિતાના માતાપિતા દ્વારા આશ્રય અને કાનૂની સહાય શોધવા માટે હિંસાનો અનુભવ કરનારી મહિલાઓને સહાય કરવા માટે કરવામાં આવી છે.

આ સંસ્થાના મુજબ તેમણે આવી રીતે પીડિત યુવતીઓની મદદ કરે છે. કાનૂની સલાહ આપે છે અને જરૂર પડે તો કોર્ટમાં પણ તેમના વકીલ બનીને હજાર રહે છે. હાઠરસની ધટના સમગ્ર દેશમાં ચર્ચિત બનતા સીમા કુશવાહ પીડિતાના વકીલ બન્યા હતા અને તેમના વતી કેસ લડી રહ્યા છે. ત્યારે કેટલાક અસમાજિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની અને કેસ છોડી દેવાની ધમકીઓ મળી રહી છે. દેશમાં જયતે વકીલને જ આવી ધમકીઓ મળી રહી હોય તો સામન્ય નાગરિક કેટલો સુરક્ષિત છે તે અગત્યનો પ્રશ્ન છે જે આપણે સરકારને પૂછવો જોઈએ.
 

Advertisement