મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ તામીલનાડુના ત્રિચિ ગામની 100 સાગરિતોને એક ગેંગ માત્ર અને માત્ર કારના કાચ તોડી ચોરી કરતી હતી. આ ગેંગના 12 જેટલા સાગરિતો વાપીથી સુરત સુધીના વિસ્તારમાં ગુના કરતી હતી. જેમાંથી ચારને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડ્યા છે. જેણે સુરતમાં 18 ગુના કર્યાની કબૂલાત કરી છે.

કારના કાચ તોડી બેગની ઉઠાંતરી કરનાર આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. જેથી 18 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા છે. આતંરરાજ્ય ગેંગ પાસેથી વિદેશી ચલણ પણ મળી આવ્યું છે અને પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

છેલ્લા ઘણા મહિનાઓથી સુરત પોશ વિસ્તારમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરી અને મેલુ નાખી અને રૂપિયા પડી ગયા હોવાનું કહીં નજર ચૂકવી બેગ અને કિંમતી વસ્તુઓની ઉઠાંતરી થવાના બનાવ બનતા હતા. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ જુદી-જુદી ટીમો બનાવી પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું.

પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીંગરોડ ખાતે સીટી બસ સ્ટેન્ડ નજીકથી ગેંગના તમિલનાડુના રહેવાસી ચાર સભ્યો મધુસુદન સત્યમુર્તી સેરવે, બિસ્મરમુર્તી સેરવે, હરીહરણ ગાંધી સેરવે અને સુંદરરાજ લોગનાદન સેરવેને ઝડપી પાડ્યા હતા. ગેંગના સભ્યો પાસેથી 200 યુએસ ડોલર અને વેનેઝુએલાની 1000 બોલીવેર મળી આવી હતી. પોલીસે ગેંગના સભ્યો પાસેથી કુલ 38,480 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગેંગના આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જેમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ સમગ્ર ભારતમાં સક્રિય છે. અને ગેંગનો લીડર લક્ષ્મણનંદકુમાર સેરવે અને મનોજ કન્નન સેરવે હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ગેંગના સભ્યો 15 દિવસ પહેલાં જ સુરત આવ્યા છે. પૂછપરછમાં ગેંગના સભ્યોએ 18 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી.