મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ બનાસકાંઠાાના દિયોદરના ઓગડથળીથી નીકળેલી 30 કિલોમીટર લાંબી આત્મદર્શન પદયાત્રામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં ટોટાણા સદારામ બાપુના નિવાસ સ્થાને પહોંચી આ પદયાત્રાનો અંત થયો હતો. અલ્પેશ સાથે આ પદયાત્રામાં ઘણા લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદ પર ચૂંટાયા પછી કરેલા બળવા બાદ અલ્પેશ ઠાકોરનો ફેર ચૂંટણીમાં ડંકો વાગ્યો ન્હોતો. જોકે હાલ તેઓએ પદયાત્રા યોજી છે જેમાં લોકોની ભીડ જોવા મળી હતી.

Advertisement


 

 

 

 

 

જ્યારથી તે ભાજપમાં આવ્યા અને તે પછી ચૂંટણી યોજાઈ પછી તેઓની રાજકીય કારકિર્દી પર એક ઝડપી બ્રેક લાગી ગઈ છે. જોકે હવે આવનારા સમયમાં ચૂંટણી આવવાની છે, એટલે ત્યાં સુધી પોતાનું રાજકીય અસ્તિત્વ અને ટિકીટ માટે ચહેરો બતાવી શકાય તેવા પ્રયાસોમાં જોવા મળી રહ્યા છે. હાલ તેમના દ્વારા શક્તિ પ્રદર્શન જાણે કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 30 કિલોમીટર લાંબી પદયાત્રામાં સ્થાનીકો જોવા મળ્યા હતા. આજે વહેલી સવારે યોજાયેલી આ રેલીમાં ત્રણથી ચાર કિલોમીટર લાંબી લોકોની લાઈન જોવા મળી હતી. લગભગ હજારોની સંખ્યામાં લોકો હતા. લોકો સાથે યોજેલી આ યાત્રામાં અલ્પેશે કહ્યું હતું કે જે લોકો મને એકલો માને છે. તેવા લોકોને જવાબ આપવા માટે પદયાત્રા છે. આજે પણ મારી સાથે હજારો લોકો જોડાયેલા છે.... જુઓ Video