મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાતમાં કોરોના મહામારીની બીજી ઘાતક લહેરમાં તબીબો, આરોગ્ય કર્મચારીઓ,પોલીસ સહીત અનેક સરકારી કર્મચારીઓએ જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે ફરજો બજાવી હતી જેમાં અનેક કોરોના વોરિયર્સએ જીવ ગુમાવ્યો હતો રાજ્ય સરકારે કોરોના વોરિયર્સનું ફરજ દરમિયાન સંક્રમણથી મોત નીપજે તો કોરોના વોરિયર્સના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય ચુકવવાની જાહેરાત કરી હતી અરવલ્લી જીલ્લામાં ફરજબજાવતા એએસઆઈનું કોરોનાથી મોત નિપજતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતના હસ્તે પોલીસકર્મી પરીવારને ૨૫ લાખની સહાયની ચુકવણી કરી  પરિવારને આર્થીક હૂંફ આપી હતી.

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી કોરોના સમયમાં ૧ લાખ ૩૫ હજાર પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી હતી, જેમાંથી ૫,૯૬૬ અધિકારી તેમજ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને ૬૨ જેટલાએ જીવ ગુમાવ્યા છે. હાલ પોલીસવિભાગના મૃતક કોરોના વોરિયર્સના પરિવારોને રાજ્યમાં ૨૫ લાખ સહાય ચુકવવાની કામગીરી ચાલી રહી છે.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના હસ્તે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અને ફરજ દરમિયાન કોરોના સંક્રમીત બન્યા પછી કોરોના સામે જંગ હારી જનાર આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર નારાયણસિંહ શિવસિંહ ઝાલા નામના પોલીસકર્મી પરિવારને ૨૫ લાખ રકમની સહાય ચુકવણી કરવામાં આવી હતી ૨૫ લાખની સહાય મેળવનાર  પરિવારે  રાજ્ય સરકાર અને પોલીસતંત્રનો આભાર માન્યો હતો.