મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ક્ષત્રીય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કરી કોરોનાનો ઝડપથી અંત આવે તે માટે પ્રાર્થના કરી જીલ્લામાં ક્ષત્રીય ઠાકોર સેનાનું સંઘઠન મજબૂત બનાવવા જીલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મોડાસાના સાકરીયા હનુમાન મંદિર પરીસરમાં ક્ષત્રીય ઠાકોર સેનાના અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. જેમાં જીલ્લા ક્ષત્રીય ઠાકોર પ્રમુખ સંજયજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઉપસ્થીત રહ્યા હતા. અલ્પેશ ઠાકોર ભલે જીલ્લાની મુલાકાતને રાજકીય મુલાકાત ન હોવાનું રટણ કર્યું હતું. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી અંગે ખુબ જ રોચક નિવેદન આપ્યું હતું.

ખોડલધામમાં બેઠક પછી નરેશ પટેલના પાટીદાર નેતા મુખ્યમંત્રી બને તેવું નિવેદન પછી હવે દરેક સમાજ તેમના સમાજનો મુખ્યમંત્રી બને તેવી માંગ કરી રહ્યો છે ત્યારે ક્ષત્રીય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અમારી પણ ઈચ્છા છે કે ઓબીસી, દલિત-અદિવાસી સમાજનો મુખ્યમંત્રી બને નરેશભાઈએ એમના સમાજની લાગણી વ્યક્ત કરી છે પરંતુ મુખ્યમંત્રી કોઈ પણ બને પરંતુ સમગ્ર સમાજને સાથે લઇને ચાલે તેવા હોવા જોઈએ તો જ રાજ્યનો સાચો વિકાસ થઇ શકે તેમ જણાવ્યું હતું.

Advertisement


 

 

 

 

 

ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલએ તાજેતરમાં જ મુલાકાત લઇ અમદાવાદ ખાતે પાર્ટીના કાર્યાલયનું ઓપનીંગ કર્યા પછી રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચી છે. આ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકારણમાં ક્યારેય ત્રીજો મોરચો સફળ થયો નથી અને આમ આદમી પાર્ટી લોકોને ગુલાબી સપના બતાવી રહી છે પણ તેમની કોઈ નક્કર કામગીરી કરવાની વાત નથી અને આગામી સમયમાં લોકો ત્રીજા મોરચાને જાકારો આપશે તેમ જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનામાં ગણા લોકોએ કોરોનાના લીધે સ્વજનો ગુમાવ્યા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે કોરોનાની રસી અંગે અંધશ્રદ્ધા કે ડર લોકોમાં જોવા મળે છે. તે દૂર કરવા અને કોરોના રસી અંગે જનજાગૃતિ અંગે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.