જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર દાવા કરતા હોય છે કે તેમનો પક્ષ એટલે કે ભાજપ ખૂબ જ શિસ્તબદ્ધ છે કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષ જેવું કલ્ચર નથી શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપના નેતાઓજ એલઆરડી ભરતીમાં અનામત વર્ગના મહિલા ઉમેદવારને નુકશાનકારક સરકારના પ્રતિનિધિઓને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગ કરી હતી સરકાર સામે બાયો ચઢાવી હોય તેમ નિવેદનોથી શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપના નેતાએજ ભાજપના શિસ્તના લીરેલીરા ઉડાડી રહ્યા હોવાનું કાર્યકરો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે ગતવર્ષે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કરનાર અને રાધાનપુરથી ભાજપમાંથી રાધનપુર વિધાનસભા બેઠક પરથી હારનો સ્વાદ ચાખનાર અલ્પેશ ઠાકોરે ઠરાવ રદ કરવા સરકારને અલ્ટીમેટમ આપી સરકાર નિર્ણયન નહિ કરેતો ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારવામા આવતા સરકાર માટે ભારે કમાઠણ સર્જાઈ છે  

ભાજપના અલ્પેશ ઠાકોરે એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ કરી રાજ્ય સરકાર સામે રીતસર બાયો ચઢાવી ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે જેમાં  જય જય ગરવી ગુજરાત સાથે છેલ્લા 64થી વધારે દિવસોથી ઓબીસી સમાજની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે જે ગરીબોના અધિકારો પર તરાપ મારવા સમાન અને અન્યાય કરવા સમાન છે. આ ઠરાવ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે આ ઠરાવ બાબતે સુધારો કરવામાં આવશે. ત્રણ દિવસ વીતી ગયા છતાં હજી આ ઠરાવ નથી કરવામાં આવ્યો. રાજ્ય સરકારને નમ્ર અપીલ કરુ છું કે ૪૮ કલાકમાં આનો નિવેડો લાવો. સરકાર કોઈ પગલાં નહીં લે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ. આ પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે. સંવિધાનિક અધિકારોના જતન માટે હશે. ગરીબોના અધિકારોના રક્ષણ માટે હશે. એ પછી પણ કોઈ નિવેડો નહીં આવે તો સોમવારે ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ ઘડીશું. પરંતુ મને આશા છે કે રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરશે. છેલ્લા બે દિવસથી કેટલાક લોકો રાજ્યમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. તેમને વિનંતી છે કે ગુજરાતમાં અશાંતિ ફેલાય તેમજ વર્ગ-વિગ્રહ થાય તેવું કોઈ કામ ન કરે.