મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આ વર્ષે પાકિસ્તાનમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર ટોપ 10 લોકોમાં ભારતીય વાયુ સેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાન અને બોલીવુડની અભિનેત્રી સારા અલી ખાનનું નામ પણ શામેલ છે. આ જણાકારી ટેક સાઈટ ગૂગલે આપી છે.

ગૂગલ ટ્રેંડ્સ સર્ચ ઈન ઈયર 2019ની યાદીમાં ભારતના રિયાલિટી ટીવી સીરિઝ બિગ બોસ સીઝન-13 બીજું સૌથી વધુ ટ્રેન્ડીંગ સર્ચ રહ્યું છે જ્યારે ટીવી શો મોટું પતલૂં આ યાદીમાં આઠમા નંબર પર છે. આ યાદી તે શોધાયેલા શબ્દોના આધાર પર તૈયાર કરાઈ છે જે ગત વર્ષની તુલનાએ આ વર્ષે વધુ સર્ચ કરાયા છે.

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ગૂગલની આ યાદીમાં છઠ્ઠા સ્થાન પર રહી છે. સારાને તેની ફિલ્મો અને અનોખા ફેશન સેન્સના કારણે જણાય છે. સારા 1995માં બનેલી કોમેડી ફીલ્મ કુલી નંબર 1ની રિમેકમાં અને ઈમ્તિયાઝ અલીની એક ફિલ્મમાં નજરે પડી શકે છે. સારાની પહેલી ફીલ્મ કેદારનાથ હતી, તે પછી તે સિંબામાં જોવા મળી હતી.

ત્યાં વિંગ કમાંડર અભિનંદન આ યાદીમાં નવમા સ્થાન પર છે અભિનંદન આ વર્ષે ફેબ્રુઆરીમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ પાકિસ્તાનના એફ 16 વિમાનને ઠાર કરતા પાકિસ્તાનમાં જ પોતાનું પ્લેન ક્રેશ કરીને ઉતર્યા હતા. જે પછી પાક સેનાએ તેમને પકડી પાડ્યા હતા અને બાદમાં તેમને ભારતને પરત સોંપ્યા હતા.