મેરાન્યૂઝ નેટવર્ક.હાવડાઃ એક વાર ફરી ભોજન અને ધર્મને લઈને Zomato વિવાદમાં છે. એક વાર જબરજસ્તી બીફ અને સૂંઅરનું માંસ ડિલિવરી કરાવાને લઈને Zomatoના ફૂડ ડિલિવરી એક્ઝિક્યૂટિવએ વિરોધ કર્યો છે. ઘટના પશ્ચિમ બંગાળના હાવડાની છે જ્યાં Zomatoના ઘણા ફૂડ ડિલિવરી એક્ઝિક્યૂટીવ અનિશ્ચિત કાળની હડતાલ પર જતા રહ્યા છે. તે પહેલા મધ્ય પ્રદેશમાં પણ આવી ઘટના સામે આવી હતી જેને લઈને સોશ્યલ મીડિયા પર જોરદાર ચકમક ઝરી હતી.

એક એક્ઝિક્યૂટીવનું કહેવું છે કે, કંપની અમારી માગણીઓ સાંભળી રહી નથી અને અમને બીફ તાથા સુઅરનું માંસ ડિલિવરી કરવાના માટે દબાણ આપી રહી છે. અમે એક અઠવાડિયાથી હડતાળ પર છીએ. ઘટનાને પગલે પશ્ચિમ બંગાળના મંત્રી રાજીવ બેનર્જીને આગળ આવવું પડ્યું છે. તેમણે કહ્યું કે, સંસ્થા કોઈને તેમના ધર્મથી વિરુદ્ધ કાંઈ કરવા માટે બાંધવી ન જોઈએ. મને આ અંગે સૂચના મળી છે, હું આ મામલો જોઈશ.

આપને જણાવી દઈએ કે આ પહેલા જુલાઈના અંતમાં મધ્ય પ્રદેશના જબલપુરમાં એવો જ મામલો સામે આવ્યો હતો. જબલપુરમાં એક અમિત શુક્લા નામના Zomato ગ્રાહકે બિન હિન્દુ ડિલિવરી બોયને મોકલવાને કારણે આપત્ત દર્શાવતા ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. બાદમાં Zomatoની એપ તેમણે અનઈન્સ્ટોલ કરી દીધી હતી અને પુરી જાણકારી ટ્વીટર પર આપી દીધી હતી. તેના પર પહેલા તો Zomatoએ લખ્યું હતું કે ભોજન ધર્મ નથી હોતું, ભોજન પોતે જ એક ધર્મ છે. બાદમાં આ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપના માલિક દીપિંદર ગોયલે કહ્યું કે જો એવા ગ્રાહક આપણને છોડી જાય છે તો જાય. આ મામલામાં સોશ્યલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ શરૂ થઈ હતી. Zomato સાથે કેટલાક લોકો અમિત શુક્લાના પક્ષમાં પણ લખી રહ્યા હતા.