મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બજાર રોકાણ તરીકે સૌથી મોટી કંપની રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લી. (આરઆઈએલ)એ વર્ષ 2020માં 47,000 કરોડ રૂપિયાથી વધુ ધન એક્ઠું કર્યું છે. પરંતુ રિલાયંસના માલિક મુકેશ અંબાણીને પછાડીને ચીનના વોટર કિંગ કહેવાતા ઉદ્યોગપતિ જોંગ શાનશાન એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

જોંગ શાનશાનની કુલ સંપત્તિ આ વર્ષે 70.9 અબજ ડોલરથી વધીને 77.8 અબજ ડોલર થઈ ગઈ છે. એટલે કે તેમણે ચીનના સૌથી અમીર વ્યક્તિ અને અલીબાબાના જૈક મા ને પાછળ મુકી દીધા છે. શાનશાન બોટલબંધ પાણી અને કોરોના રસી બનાવવા જેવા ધંધાઓ સાથે જોડાયેલા છે.

જોંગ શાનશાન એક ખાનગી અરબપતિ છે, તેમના અંગે મીડિયામાં ચર્ચા ઓછી થઈ છે. તેમણે પોતાના જીવનમાં પત્રકારિતા, મશરૂમ ખેતી અને સ્વાસ્થ્ય સેવા જેવા કામ કર્યા છે. બ્લૂમબર્ગ બિલિયનેસ્ર ઈંડેક્સ મુજબ, વર્ષ 2020માં જોંગની સંપત્તિ વધીને 77.8 અબજ ડોલર થઈગઈ છે.એક બાજુ જ્યાં કોરોના વાયરસ મહામારીને પગલે દુનિયાની આર્થિક સ્થિતિ પગડી છે ત્યાં ધંધાદારીઓને મોટું નુકસાન થયું છે, તો બીજી બાજુ જોંગ શાનશાનની સંપત્તિમાં આ વર્ષે ભરપુર તેજી જોવા મળી છે. આ કારણે તે એશિયાના સૌથી અમીર ધંધાદારી બની ગયા છે. 66 વર્ષિય જોંગને ચીનમાં લોન વુલ્ફ તરીકે પણ ઓળખવામાં આવે છે.


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં તેમણે બેંજિંગ વેન્ટાઈ બાયોલોજિકલ ફાર્મસી એંટરપ્રાઈઝ કંપનીથી વેક્સીન વિકસીત કરી અને કેટલાક મહિનાઓ પછી બોટલબંધ પાણી બનાવનારી નોંગુફ સ્પ્રિંગ કંપની હોંગકોંગમાં સૌથી લોકપ્રિયમાંથી એક બની ગઈ. તેથી આ વર્ષે તેમની સંપત્તિમાં જોરદાર વધારો થયો.

અલીબાબાના સહ સંસ્થાપક જૈક મા ની સંપત્તિમાં ગત બે વર્ષ દરમિયાન 1010 કરોડ ડોલરનો ધટાડો થયો છે. માની સંપત્તિ ઓક્ટોબરના અંતમાં 6100 કરોડ ડોલર હતી, પણ હવે તેમની સંપત્તિ વધીને 5090 કરોડ ડોલર જેટલી થઈ ગઈ છે. તે બ્લૂમ્બર્ગની ટોપ 500 ધનીકોની યાદીમાં ગગડીને 25મા સ્થાન પર આવી ગયા છે.