મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ દેશના પશ્ચિમી કિનારાથી મુંબઈ સુધીની પગપાળા યાત્રા અઢાર દિવસમાં પૂર્ણ કરી દ્વારકા જીલ્લાનો યુવાન આજે રવિવારના દિવસે બોલીવુડ એકટર અક્ષયકુમારને મળ્યો, દિવસો સુધીની પગપાળા મુસાફરી કર્યા બાદ મુંબઈ પહોચેલ યુવાન સાથે બોલીવુડના ખીલાડીએ સાંપેક્ષ મુલાકાત કરી યાત્રાનો ઉદ્દેશ જાણ્યો હતો. યુવાનના જવાબથી પ્રભાવિત થયેલ એકટરે યુવાનને જીવના જોખમે યાત્રા કરવાની ના પડતી સલાહ આપી અને પોતાની સાથેની મુલાકાતની વિગત સાથે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર યુવાનના ફોટા સાથેની વિગતો મૂકી પોસ્ટ કરી છે.  

દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામનો યુવાન પરબત માડમ નામનો યુવાન આજ થી અઢાર દિવસ પૂર્વે દ્વારકા ખાતેથી ચાલીને મુંબઈ જવા નીકળ્યો, આમ તો માનવ મહેરામણ દ્વારકા તરફ ચાલીને જોવા મળતો હોય છે પરંતુ દ્વારકાના યુવાનના પગ વિરુદ્ધ દિશામાં ચાલવા માંડ્યા, સ્નાતક સુધીનો અભ્યાસ કરી ચૂકેલ યુવાન એકલો જ મુંબઈ જવા નીકળ્યો, દરરોજ ૫૦-૫૫ કિમીનું અંતર કાપી સલામત સ્થળે રાતવાસો કરી ફરી સવારે મુંબઈ તરફ ચાલવા લાગતો, તડકો, વરસાદ અને સવારની આહ્લાદક ઠંડી સવારનો સામનો કરી આ યુવાન આખરે પહોચી ગયો મુંબઈ, રવિવારે અક્ષયકુમાર તેના ચાહકોને મળતો હોવાનું જાણતો યુવાન શનિવારે સવારે મુંબઈ થી આશરે ૧૦૦ કિમી દુર હતો પરંતુ કોઈ પણ મુસીબતે રવિવારે સવારે મુંબઈ પહોચવું જ છે એમ નિશ્ચય સાથે પરબત રાત્રે પણ ચાલ્યો અને રવિવારે સવારે પહોચી ગયો મુંબઈ, એ પણ અક્ષયકુમારના બંગલે, અકશ્યકુમારે આ યુવાનને અલગથી બંગલે મુલાકાત આપી, હાવભાવ પૂછ્યા અને ખાસ તો છેક ૯૦૦ કિમી ચાલીને મુંબઈ મળવા આવવાનું કારણ પૂછ્યું, આ પ્રશ્નનો જવાબ સાંભળી ખુદ અક્ષયકુમાર પણ આશ્રયમાં પડી ગયો, પરતું હવે પછી આમ શાહસ ન કરવાની પણ એકટરે સલાહ આપી, પણ લાંબુ અંતર કાપી કેમ યુવાન પહોંચ્યો મુંબઈના સુપરસ્ટાર ખિલાડી અક્ષયકુમાર પાસે, આવો તમે પણ જુઓ અને સાંભળો અક્ષયકુમારે જ પોતાના મોબાઈલમાં શૂટ કરેલ વીડિયો, આ વીડિયો અક્ષયકુમારે પોતાના ટ્વીટર એકાઉંટ પર પોસ્ટ પણ કર્યો છે.