મેરાન્યૂઝ નેટવર્ક.મોરબી: સામાકાંઠા વિસ્તારમાં યુવતિઓ વચ્ચે થયેલી છુટ્ટા હાથની ઢીસુમ-ઢીસુમનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં દેખાતી યુવતિઓ શહેરનાં સ્પામાં કામ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે આ યુવતિઓ વચ્ચે ઢીસુમ-ઢીસુમ ક્યાં કારણે થઈ તે જાણી શકાયું નથી. પરંતુ સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વિડીયો હાલ વાયરલ થયો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સ્પામાં કામ કરતી 4 યુવતીઓ વચ્ચે છુટ્ટા હાથની ઢીસુમ-ઢીસુમ થઈ રહી છે. દરમિયાન યુવતિઓએ એકબીજાનાં કાંઠલા પણ પકડી લીધા હતા. જો કે આ દ્રશ્યો જોઈને સ્થાનિક યુવકો ત્યાં દોડી ગયા હતા. અને આ યુવતિઓને છોડાવવાનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ વિડીયો સાંમાકાંઠાના મહેન્દ્રનગર ચોકડી નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ મોરબીમાં બહારથી સ્પામાં કામ કરવા આવેલી યુવતિઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં મામલો ઢીસુમ-ઢીસુમ સુધી પહોંચ્યો હતો. બી ડિવિઝન પીઆઈ કોંઢિયા દ્વારા આ વીડિયો બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં આ વાયરલ વીડિયો સપ્તાહ પૂર્વનો હોવાનું બહાર આવ્યું છે. બી ડિવિઝન પોલીસે અટકાયતી પગલાં લઈ કાર્યવાહી કરી લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.