મેરાન્યૂઝ નેટવર્ક.જામનગર: જામનગરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે વધુ એક યુવાને આપઘાત કરી લીધો છે. શહેરના રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક યુવાને ઘરે જ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું લીધી હતી. મૃતક યુવાને આત્મઘાતી પગલા પૂર્વે ચાર પાનાની કથિત સ્યુસાઇડનોટમાં રુંવાડા ઉભા કરી દે તેવી વેદના ઠાલવતા લખ્યું છે કે મારી 5 વર્ષની દિકરીનું ધ્યાન રાખજો,અને તેની સાર સંભાળ રાખજો,. જેમાં તેણે જણાવ્યું કે 'હું ફસાઇ ગયો છું, વ્યાજખોરોથી કંટાળી ગયો છું. મને મારવાની ધાક ધમકી આપે છે',  પોલીસે સમગ્ર વિગત નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત  વિગત પ્રમાણે જામનગરમાં પટેલ પાર્ક ખાતેની શેરી નંબર 3માં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં 40 વર્ષિય વિપુલ સંઘાણીએ દવા પીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા વિપુલભાઇએ ચાર પાનાની સુસાઇડ નોટ લખી છે. જેમાં તેણે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. સુસાઇડ  નોટમાં વિપુલભાઇએ લખ્યું કે 'હું વ્યાજખોરોની હેરાનગતિને લીધે આત્મહત્યા કરું છું, મારા મર્યા પછી કોઇએ મારા ફેમિલીને હેરાન ન કરવી. કારણ કે હું પાંચ સાલથી નોખો છું. પોલીસને જણાવવાનું કે વ્યોજખોરોનો ધંધો બંધ કરવો છે'. સ્યુસાઇડ નોટમાં લખાયું છે કે, મારી ફેમીલીને કંઇ ખબર નથી, હું પાંચ વર્ષથી અલગ મારા ફેમિલ સાથે રહું છું, મારી જમીન લખાવી લેવામાં આવી છે. મારા ભાઇની ગાડી મે એક લાખમાં મુકેલી છે. એના મને રૂપિયા પણ આપેલા નથી'. સુસાઇડ નોટમાં છેલ્લે વિપુલભાઇએ લખ્યું કે 'મારી દીકરીનું ધ્યાન રાખજો અને તેની સાર સંભાળ રાખજો, મારી ભુલચૂક માફ કરશો'. હાલ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી છે.