પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણને કોઈ વ્યકિત , કોઈ પક્ષ , કોઈ નેતા પસંદ પડે તેમાં  કઈ વાંધો નથી, આપણા ગમા-અણગમા રાખવાનો આપણને પુરો અધિકાર છે, જેમને પોતાનો મત નથી તેવા માણસોને કઈ કેટેગરીમાં મુકવા તે મોટો પ્રશ્ન છે, આપણે લોકશાહીમાં જીવીએ છીએ ત્યારે આપણી માન્યતાને નકારી કાઢનારાઓ પણ હશે, પણ જે આપણી સાથે સંમત્ત નથી તે આપણો દુશ્મન નથી, આપણા પરિવાર અને મિત્રોમાં પણ કોઈ સાથે આપણે અને કોઈ આપણી સાથે સંમત્ત થતાં નથી, પણ તેઓ આપણા દુશ્મન થઈ જતા નથી, પણ હવે સ્થિતિ બગડી રહી છે. જે સાથે નથી તે સામે છે તેવુ માની લેવાની ભુલ આપણે કરવા લાગ્યા છીએ.

દેશનો એક મોટો વર્ગ એવુ માની રહ્યો છે કે શાસક તરીકે નરેન્દ્ર મોદી જઈ નિર્ણય લઈ રહ્યા છે તે ઉત્તમ નિર્ણય છે, જયારે એક વર્ગ માની રહ્યો છે કે નરેન્દ્ર મોદીને કારણે દેશ ગર્તામાં ધકેલાઈ રહ્યો છે, આ બંન્ને વર્ગને પોતાની માન્યતાઓને વળગી રહેવાનો અધિકાર છે પણ તેનો અર્થ એવો નથી કે જેઓ નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે તેઓ દેશપ્રેમી અને જેઓ વિરોધ કરે છે તેઓ રાષ્ટ્ર વિરોધી છે., તેનો અર્થ એવો પણ નથી, નરેન્દ્ર મોદી તરફેણ કરનાર અને વિરોધ કરનાર સામ-સામે લડી મરે. શાસકો આવે છે અને જાય છે પણ પ્રજાએ તો પોતે જયાં રહે છે ત્યાં જ રહેવાનું હોય છે.

આજે નરેન્દ્ર મોદીને શાસક તરીકે જે યોગ્ય લાગ્યુ તે નિર્ણય તેઓ કરે છે, સામે પક્ષે તેમના નિર્ણય ખોટા માનતા લોકોને પોતાની વાત રજુ કરવાનો અને સમજાવવાનો પણ અધિકાર છે, પણ જેઓ નરેન્દ્ર મોદી તરફેણમાં છે તેમાં હવે નરેન્દ્ર મોદી અને ટીમની ચાપલુસી કરવાની હોડ લાગી છે., હું જે રીતે નરેન્દ્ર મોદીને ઓળખુ છુ તેમાં દાવા સાથે કહી શકુ કે નરેન્દ્ર મોદી કયારેય ચાપલુસોની પસંદ કરતા નથી એટલુ જ નહીં આવો કોઈ ચાપલુસ પોતાની આસપાસ ફરકે નહીં તેની પણ તેઓ તકેદારી રાખે છે. નરેન્દ્ર મોદી સામે લાખ વાંધા હોય તો પણ તેમની ચાપલુસોની ઓળખી લેવાની અને તેમની દુર રાખવાની કળાની કદર કરવી જોઈએ.

આપણે રાજાઓના યુગમાં જીવતા નથી, આપણે ત્યાં જયારે આપણે શિક્ષણ અને કાબેલીયતની વાત કરીએ છીએ ત્યારે રાજા-મહારાજાઓ વચ્ચે ચાપલુસ દરબારીઓ રહેતા હતા તેવી ગંભીર સ્થિતિ નિર્માણ થઈ રહી છે. નરેન્દ્ર મોદીને શુ ગમશે તેનું પ્રમાણ ભાન જાળવ્યા વગર ચાપલુસોની ફૌજ મેદાને પડી છે, તેમણે માની લીધુ છે કે નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર માટે આવુ બોલીશુ અથવા આવુ લખીશુ તો નરેન્દ્ર મોદીને પસંદ પડશે અને તેઓ આપણી ઉપર ખુશ થઈ પદ્મશ્રીથી આપણને સન્માનીત કરશે, પણ તાજેતરમાં જાહેર થયેલા તમામ પદ્મ  એવોર્ડની યાદી ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કોઈ ચાપલુસનું નામ આ યાદીમાં નથી.

જેમને પણ પદ્મ એવોર્ડ મળ્યા છે તેમની લાયકાત અને તેમના કામને કારણે મળ્યા છે, નરેન્દ્ર મોદી ગમતા હોય તો પણ વાંધો નથી, પણ નરેન્દ્ર મોદીને ગમતા થવા માટે બફાટ કરવાની જરૂર નથી, એનઆરસીના મુદ્દે જેએનયુમાં જે કઈ થઈ રહ્યુ છે તે જેએનયુનો પ્રશ્ન છે અને તેમને તેનો પુરો અધિકાર છે, પણ જેએનયુ  જેહાદી યુનિવર્સિટી છે તેવુ લખતા પહેલા થોડુ વાંચન અને સામાન્ય જ્ઞાન વધારવાની જરૂર છે માત્ર ગુજરાતના જ આઈએએસ- અને આઈપીએસ અધિકારીઓની .યાદી જોશો તો ખ્યાલ આવશે કે કેટલાં જેએનયુના પુર્વ વિધ્યાર્થીઓ રહી ચુકયા છે હજી થોડા મહિના પહેલા જ નિવૃત્ત થયેલા ગુજરાત મુખ્ય સચિવ જે એન સિંઘ પણ જેએનયુમાં અભ્યાસ કરી આવ્યા છે તો ભાજપે જેએનયુના વિધ્યાર્થીને મુખ્ય સચિવ બનાવ્યા તેવુ કહેવાય નરેન્દ્ર મોદીને આવી મુર્ખતા કરતા ચાપલુસો તો જરા પણ પસંદ નથી.

આ જ પ્રકારે પોતાને રાજકારણથી પર માનતા સંત તમામ પ્રકારના રાજકારણ રમવામાં માહિર છે તેમણે અમીત શાહની સરખમાણી સરદાર પટેલ સાથે કરી દીધી છે. દેશમાં સરદાર અને ગાંધીની તુલના કોઈની સાથે થાય તેમ નથી હાલમાં જેઓ નરેન્દ્ર મોદી ચાપલુસી કરનારાઓમાં બહુ મોટા નામનો સમાવેશ થાય છે એક જમાનામાં તેમના લખાણો અને કામને કારણે તેઓ બહુ નામ કમાયા પણ હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી  શાસનની નજરમાં રહેવા માટે જે કઈ રહ્યા છે તેના કારણે શાસનની નજીક જઈ શકશે પણ નરેન્દ્ર મોદી આવા ચાપલુસોને કયારેય કયાં સ્થાન આપશે નહીં તે તેમણે નોંધી રાખવુ