મેરાન્યૂઝ નેટવર્ક.લખનૌ: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓની સુરક્ષાને લઈને મોટો આદેશ આપ્યો છે. હવે જો કોઈ મહિલાઓની છેડતી, દુર્વ્યવહાર અથવા દુષ્કર્મ કરે છે, તો તેના પોસ્ટરો શહેરોમાં લગાવવામાં આવશે.

જણાવી દઈએ કે આ કામગીરી તે જ તર્જ પર કરવામાં આવશે જેવી રીતે નાગરિકતા સુધારા કાનૂનનો વિરોધ કરી રહેલા આરોપીઓના પોસ્ટરો શહેરોના મુખ્ય માર્ગો પર લગાવાયા હતા.

આ હુકમ હેઠળ મહિલા સાથે દુર્વ્યવહાર કરનારને માત્ર મહિલા પોલીસકર્મીઓ જ શિક્ષા કરશે. સરકારનું કહેવું છે કે મહિલાઓ અને છોકરીઓ સાથે છેડતી, દુર્વ્યવહાર અથવા દુષ્કર્મ કરનારાઓ ને આખો સમાજ જાણી શકે તે માટે આ પ્રકારનું પગલું લેવામાં આવી રહ્યું છે. સરકારનો ઉદ્દેશ ગુનેગારોના નામ અને ઓળખ જાહેર કરવાનો છે. સરકારનો દાવો છે કે મહિલાઓના રક્ષણ માટે બનાવવામાં આવેલી એન્ટી રોમિયો સ્કવોડે એક સરસ કામગીરી બજાવી છે. આ ટુકડીએ પુરુષો અને મહિલાઓ સાથે ગુનાઓ કરનારાઓની કમર તોડી નાખી છે. આ જ પ્રમાણે દરેક જિલ્લાની પોલીસને કાર્ય કરવાની જરૂર છે.