મેરાન્યૂઝ નેટવર્ક.ગાજિયાબાદઃ બ્લેક અને વ્હાઈટ ફંગસના કેસ ઘણા સામે આવ્યા હવે ગાજિયાબાદ ખાતે એક દર્દીમાં યેલો ફંગસ હોવાની પૃષ્ટી થઈ છે. ઈલાજ કરનારા ડોક્ટર બીપી ત્યાગીનું કહેવું છે કે 45 વર્ષિય દર્દી પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને તેઓ ડાયાબિટિઝથી પણ પીડિત છે.

બ્લેક અને વ્હાઈટ ફંગસ પછી હવે ગાજિયાબાદના એક દર્દીમાં યેલો ફંગસની પૃષ્ટી થઈ છે. બ્લેક ફંગસનો ઈલાજ કરવા માટે ઓટીમાં સફાઈ ચાલી રહી હતી, આ દરમિયાન તપાસ વખતે ખબર પડી કે યેલો ફંગસથી પણ તે સંક્રમિત છે. હાલ દર્દીની હાલતમાં સુધાર છે. કહેવાય છે કે આ બીમારીને મ્યૂકર સ્પેક્ટિક્સ કહેવાય છે.

આપને અહીં જણાવી દઈએ કે, યેલો ફંગસના આ કેસએ તબીબોની ચિંતા વધારી દીધી છે. તબીબોના અનુસાર આ બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે. આ એટલો જોખમી હોઈ શકે છે કે દર્દીના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ડોક્ટરે કહ્યું કે અત્યાર સુધી આ યેલો ફંગસ ગરોળી અને કાચિંડા જેવા જીવોમાં થતો જોવા મળ્યો હતો. આ ફંગસ સામાન્ય રીતે જમીન પર જોવા મળતું હોય છે. ગરોડી અને કાચિંડા જેવા જીવોની રોગ પ્રતિકારક ક્ષમતાઓ ઓછી હોય છે અને આ તેને અસર કરતું હોય છે અને કમજોર બનાવીને જાનલેવા બની જાય છે. ડોક્ટર્સનું અનુમાન છે કે કોરોનાના કારણે હવે માણસોની પણ ઈમ્યૂનિટી ઓછી થઈ રહી છે અને તેથી આ ફંગસ તેમને ઝપેટમાં લઈ રહ્યું છે.

યલો ફંગસના લક્ષણો

નાક બંધ થવું, શરીરના અંગોનું સુન્ન થઈ જવું, શરીર તૂટવું અને દુઃખવું, શરીરમાં અશક્તિ આવી જવી, હાર્ટ રેટ વધી જવી, શરીરના ઘામાંથી વધુ રક્તસ્ત્રાવ થવો. શરીર કુપોષિત જેવું દેખાવા લાગવું