મેરાન્યૂઝ નેટવર્ક.બીજિંગઃ તાઈવાનની આઝાદીનું સમર્થન કરી રહેલા અમેરિકાને ચીને ફરી એક વાર ધમકાવ્યું છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગએ વ્હાઈટ હાઉસમાં ચાલી રહેલા આભાસી શિખર સંમેલનમાં અમેરિકાને સાફ ચેતાવણી આપી દીધી છે કે તાઈવાનની આઝાદીનું સમર્થન કરવું અમેરિકા માટે આગથી રમત કરવા જેવું છે, જો આગથી રમશો તો દાઝી જશો.

તાઈવાનના મુદ્દે ચાલી રહેલી આ સમિટનો ઉદ્દેશ્ય બે મહાસત્તાઓ વચ્ચે ઉભા થયેલા સંઘર્ષને ખતમ કરવાનો હતો, પરંતુ ચીને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે- 'અમેરિકાના કેટલાક લોકો ચીનને નિયંત્રિત કરવા માટે તાઈવાનનો ઉપયોગ કરવા માગે છે, પરંતુ તે ખૂબ જ ખતરનાક અને આગ સાથે રમવા જેવું છે.'

Advertisement


 

 

 

 

 

અમેરિકા સાથે કડવા સંબંધો

વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ અને મહાસત્તાઓ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક દિવસોથી તંગ બની રહ્યા છે. પ્રથમ, કોવિડ-19 રોગચાળાને કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચીનના સંબંધો બગડ્યા, પછી તાઈવાન પર વધતા દબાણને કારણે બિડેન વહીવટીતંત્ર અસહમત થઈ ગયું. તાઈવાન પર ચીનના વધી રહેલા દબાણ પર અમેરિકા ખુલ્લેઆમ સામે આવ્યું છે, ત્યારબાદ ચીને પણ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

ચીની ઘૂસણખોરી પછી સંબંધો બગડ્યા

ચીને તાજેતરમાં જ તાઈવાન સરહદે ઘૂસણખોરી કરી હતી. બે ડઝનથી વધુ ચીની ફાઈટર જેટ તાઈવાનની એરસ્પેસમાં ઘૂસી ગયા હતા, જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો હતો. આ પછી અમેરિકાએ તાઈવાનને સમર્થન આપ્યું જેનાથી ચીન વધુ આક્રમક બન્યું છે.

Advertisement


 

 

 

 

 

હોંગકોંગ-તિબેટમાં માનવાધિકારો અંગે બિડેનની ચિંતા

વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગમાં ચીનની ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. બિડેને કહ્યું કે અમેરિકન કામદારોને ચીનના અન્યાયી વ્યવહાર અને આર્થિક વ્યવહારથી બચાવવાની જરૂર છે. આ સિવાય તેમણે સ્વતંત્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના મહત્વ વિશે પણ ચર્ચા કરી હતી. સાથે જ ચીનને આ ક્ષેત્ર માટે અમેરિકી પ્રતિબદ્ધતાથી માહિતગાર કર્યા.