મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: કુસ્તીબાજ સુશીલ કુમારની ધરપકડ: ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમારની આજે દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સુશીલનો પાર્ટનર અજય પણ પકડાયો છે. સ્પેશિયલ સેલે તેમને દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ કેસમાં સુશીલને એક લાખ રૂપિયાના ઇનામ અને અજય પર 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું, સાથે સાથે કુસ્તીબાજ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરાયું હતું. જણાવી દઈએ કે સુશીલ સિંહ એક કુસ્તીબાજની હત્યાના આરોપમાં 4 મેથી ફરાર હતો. આરોપ છે કે 4 મેની રાત્રે સુશીલ કુમાર અને કેટલાક અન્ય પહેલવાનો દ્વારા દિલ્હીના છત્રસલ સ્ટેડિયમ કેમ્પસ પર કરવામાં આવેલા હુમલામાં સાગર રાણાની હત્યા થઇ હતી.

સ્પેશિયલ સી.પી., વિશેષ સેલ નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે કુસ્તીબાજ સુશીલ કુમારની ટીમે ધરપકડ કરી છે, તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, એસીપી અત્તર સિંઘની નિગરાનીમાં અને ઇન્સ્પેક્ટર શિવકુમાર, ઇન્સ્પેક્ટર કરમબીરના નેતૃત્વમાં સુશીલ કુમાર અને અજયની દિલ્હીમાં મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.


 

 

 

 

 

આ અગાઉ દિલ્હીની કોર્ટે સુશીલ કુમારને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કુસ્તી ખેલાડી કુમાર મુખ્ય કાવતરાખોર છે અને તેની સામેના આક્ષેપો ગંભીર છે. તેની સામે હત્યા, અપહરણ અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો છે. કુમારે આગોતરા જામીન માટે 17 મેના રોજ દિલ્હીની રોહિણી કોર્ટનો સંપર્ક કર્યો હતો, અને એમ કહ્યું હતું કે તેમની સામેની તપાસ પક્ષપાતી છે અને તે કોઈ ઈજા માટે જવાબદાર નથી. સુશીલ કુમારે પોતાની અરજીમાં તપાસ એજન્સીને નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ માટે તપાસમાં જોડાવાની અને ઘટનાની "સાચી અને સંપૂર્ણ તસવીર" આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.